________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ્રકુમાર
બધું રાખમાં ઘી નાંખ્યા બરાબર છે. લુખી રાખ ઘી નાંખવાથી ચીકણી નહિજ બને તેમ તે સંયમથી ચૂકેલા વિષયથી ઘેરાયેલ મારા વચનથી તે પાછા નહિ વળે. આ મારૂં દર્શન જ તેમને ત્યાગમાં અંતરાયરૂપ નીવડયું. હું સદા માટે તેમને કઈ રીતે આદર્શનીય બનું? હું જ્યાં જઈશ ત્યાં ભ્રમર જેમ કુલ પાછળ ઘુમે તેમ ઘુમ્યા કરશે. તે તેમની જાતને વગોવશે! મને વગોવશે! અને જૈન શાસનને વગોવશે. શું કરું? કયાં જાઉં?” આ બધા વિચારોથી ઘેરાયેલ બંધુમતી સાધ્વીએ અનશન કરી દેહત્યાગ કર્યો. .
બંધુમતી સાથ્વી પરલેકે સંચરી અને તે પણ કેવળ મારા માટે આ વાત મેં–સામાયિકે સાંભળી એટલે ભંડાથી જેમ ભૂત ભાગે તેમ મારા હૃદયમાંથી કામ ના. મારૂં શરીર થર થર ધ્રુજવા લાગ્યું. “અરે મેં પાપીએ બંધુમતીને જીવ લીધે અને તેણે મારી સંયમરક્ષા ખાતર જીવ દીધે.” - “બંધુમતિ ! તેં સાચું સતીવ્રત જાળવ્યું અને પાવું. સતીએ મરેલા પતી પાછળ મરે છે પણ તેં તે સંયમથી મરેલા મારી પાછળ પ્રાણ આપી મને સજીવન કર્યો. પણ બંધુમતિ ! તારા સરખી સાધ્વીની હત્યા કરાવનાર હું કયાં છૂટીશ. હું મહાપાપી! નિર્દય! વિષયી! સાધ્વીને હત્યારે!” - અન્ન પાણીને ત્યાગ કર્યો અને સંયમ વિરાયું તેના પ્રતાપે હું મરી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે.”
ત્યારબાદ આદ્રકુમારે પ્રતિમાની પૂજા કરી. અને ફરી સંયમ લઇ શ્રેય સાધવાનો સંકલ્પ કર્યો.
આદ્રકુમારનું હૃદય પલટાણું, હાવભાવ પલટાણુ, જીવન
For Private And Personal Use Only