________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્દ્રકુમાર
13
<
આર્દ્ર કુમાર પોતાના આવાસે આવ્યા ખારણા બંધ કર્યાં અને પેટી ઉઘાડતા પહેલાં તેણે અનેક તર્ક વિતર્ક કર્યાં. પેટીમાં એવું શું હશે કે મિત્રે મને ખાનગીમાં જોવાનુ કહ્યું! શું કામ ભારતના ઋષિ મુનિની અપ્રાપ્ય પ્રસાદી હશે? અથવા તે ભારત સમૃદ્ધ દેશ ગણાય છે તા તેનુ કોઇ અણુમાધુ આભરણુ કે કોઇ સુ ંદર ફળ હશે કે જે બીજાને ન આપી શકાય તેવુ મને કાઇ ન જાણે તેમ મેાકલી ખાનગીમાં લેવાનું કહ્યું ?'
તેણે પેટી ઉઘાડી તા અંદરથી ઝળહળતી ભગવાનની પ્રતિમા નીકળી. આ પ્રતિમા જોઇ આકુમારને કાંઇ ખબર ન પડી. તેણે માનવની આકૃતિવાળા આ સુવર્ણને આભુષણુ માન્યું. અને વિચાર્યું કે ‘મને ભારતવાસીએ ગળામાં માંધતા હશે કે કયાં પહેરતા હશે? છે તે સુવણું. સુવર્ણ ને ઘરેણા તરીકે ઉપયોગ અધે થાય છે તે વાત પ્રસિદ્ધ છે, આવું ઘરેણુ અમારે ત્યાં તે નથી. હું મિત્રની ભેટને કઇ રીતે ઉપયોગ કરૂ? લાવ મત્રીઓને પુછું કે આ ઘરેણું કયાં પહેરાય ! પણ મિત્ર કાઇને જણાવવાની ના પાડી છે અને તેમનાથી પણ ગુપ્ત રીતે આ મેકલ્યું હોય તે મારે શા માટે જાહેર કરવું ?” આર્દ્ર કુમારે ધારી ધારી પ્રતિમાને હૈરવી ફેરવી જેમ જેમ તે સંબંધી વિચાર કરતા ગયા તેમ તેમ તેનું મગજ ઘેરાતું ગયું અને થોડીવારે ભાન ભૂલી મૂતિ થઇ પડ્યા. આ મૂર્છા તેને ચિંતવનમાંથી થયેલ જાતિસ્મરણ જ્ઞાન થયુ તેની હતી.
( ૩ ) ઓરડો અંધ હતા પવનની લહેરાએ થોડીવારે તેની
For Private And Personal Use Only