________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
આર્કકુમાર
રાજસભામાં બેઠેલા આદ્રકુમારે તુર્ત મંત્રિઓને પુછયું મંત્રિવર! તમારા રાજાના પુત્રનું નામ શું?”
તેમણે કહ્યું “અમારા શ્રેણિક મહારાજાના મેટા પુત્ર અભયકુમાર છે. તે મહાન બુદ્ધિશાળી છે. રાજ્યના પાંચ મંત્રીઓમાં તે મુખ્ય મંત્રીનું કાર્ય સંભાળે છે.”
પિતા શ્રેણિક રાજાના મિત્ર છે તેમ હું અભયકુમારને મિત્ર બનું છું. તમે હું એકલું તે ભેટે તેમને મારા વતી આપજે.” આમ કહી તેણે પણ કેટલીક કિંમતી વસ્તુઓ અભય કુમારને આપવા મંત્રીઓને આપી.
મંત્રીઓએ આદ્રક રાજાની ભેટે શ્રેણિકને અને આદ્રકકુમારની ભેટે અભયકુમારને આપી.
(૨) અભયકુમાર બુદ્ધિનિધાન અને વૈરાગ્યવાસિત અંતઃકરણને હતું. તેને થયું કે આદ્રકુમાર મારે મિત્ર બને તે મારે મિત્ર તરીકે તેને હિતમાર્ગમાં જેડ જોઈએ. અને સાચું હિત એ તે ધર્મમાં જોડવું તે છે. તેણે ભેટ મેકલવાની જુદી જુદી વસ્તુઓના વિચાર ઘણું કર્યા પણ તે બધા પડતા મુકી વીતરાગ પરમાત્માની એક સુંદર પ્રતિમા બનાવી સરસ પેટીમાં બંધ કરી ફરી મંત્રીઓ પિતાની ભેટે આપવા જતા હતા તેમને આપી અને કહ્યું કે “આદ્રકુમારને કહેજે કે આ ભેટ તમે ખાનગીમાં જે જે.'
શ્રેણિકના મંત્રીઓ ફરી આદ્રક દેશ ગયા. શ્રેણિકની ભેટે આદ્રક રાજાને આપી અને અભયકુમારની પેટી આદ્ર કુમારને આપતાં કહ્યું કે “તમારા મિત્રે તમેને તેમણે મેકલેલી ભેટ ખાનગીમાં પેટી ઉઘાડી જોવાની કહી છે.”
For Private And Personal Use Only