________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ અરણિક
૧૫૫ બધું તમારું છે. આમ છતાં તમારૂં ચિત્ત સંયમમાંજ રમતું હોય તે ભુકતભેગી બની પછી ભલે સંયમમાં વિચારજો.
આ યુવાન વય! આ રૂપ! આ લાવાય! બધું શાં માટે અકાળે વેડફે છે.
ભામિનીની કેયલ ટહુકતી વાણું અને તેના હાવભાવે અરણિકના ચિત્તને ક્ષુબ્ધ કર્યું અને તે તેનામાં લપટાયા.
(૩) કલાક વીત્યે બે કલાક વીત્યા અરહન્તક ઉપાશ્રયે ન આવ્યું. આથી સાધુઓએ ઠેર ઠેર તપાસ કરી તે પણ અણિક મુનિને પત્તો ન લાગે.
છેવટે અરણિક વહેરવા ગયા હતા પણ ત્યાંથી પાછા નથી ફર્યા તે સમાચાર અરણિક મુનિની માતા ભદ્રા સાવીને પહોંચ્યા.
એકના એક પુત્રને લાડે કોડે ઉછેરી વૈરાગ્યવાસિત અંત:કરણે દીક્ષા લીધેલ ભદ્રાએ “કને પુત્ર ! અને કેને ભાઈ !” આ બધું ઘણું વિચાર્યું છતાં ચિત્ત ઠેકાણે ન રહ્યું.
તેણે ઠેકાણે ઠેકાણે પુછ પરછ કરી પણ કઈકે “મુનિ અહિં નીકળ્યા હતા પણ કયાં ગયા તેની ખબર નથી' તે કેઈકે ‘તડકે દાઝતા તૃષાથી તલસતા મેં ઉભેલા જોયા હતા. પણ પછી એ આગળ વધી કયે રસ્તે ગયા તેની ખબર નથી.” એમ કહ્યું. - સાધ્વી ઉપાશ્રયે આવી. તેના આગળ આખે પૂર્વ ચિતાર ખડે થયે. “પુત્રના અને અમારા સુખ માટે સાથે દીક્ષા લીધી.
For Private And Personal Use Only