________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
મુનિ અરણિક અરણિકે માન્યું કે ભાવુકનું ઘર હશે અને શિક્ષા માટે બેલાવે છે.
અરણિક મકાનમાં દાખલ થયે ત્યાં મકાનની ધણિયાણ કે જેને પતિ પરદેશ હતો તે યુવાન સ્ત્રી હાથ જેડી સામે ઉભી રહી અને મુનિ પોતાના મકાનમાં નહિ પણ જાણે પોતાના હૃદયમાં પ્રવેશતા હોય તેવું માની કહેવા લાગી “આપને શાની જરૂર છે?
* મુનિએ નીચું મુખ રાખી કહ્યું “ભિક્ષા માટે હું નીકળે છું ?”
દાસીને સંજ્ઞા કરી સુંદર લાડુ મંગાવ્યા અને સાધુના પાત્રામાં વહેરાવ્યા.
“મહારાજ ! તડકે ધખધખે છે. આપ ઉપાશ્રયે કયાં જશે? પાસેના ખંડમાં બેસી આ૫ ગોચરી કરી લે. અહિં જગ્યાને ટેટે નથી.”
તડકાથી કંટાળેલ મુનિ ભામિનીને ઘરના એક ખુણે બેસી ગોચરી કરવા વિચાર કરે છે ત્યાં ભામિની બેલી.
મહારાજ ! આ નાની ઉંમરમાં તમે શા માટે વ્રત લીધું?’
મુનિએ કહ્યું “સુખ માટે?”
તડકો, ટાઢ, ઘરઘર ભટકવું, મલિન વેષ આ બધું શું સુખ છે? સુખ જોઈએ તે બધું અહિં મળશે ! અને આટલો વખત વ્રત પાળ્યું તેનું ફળ અહિં મારી સાથે રહી ભેગ.
જુઓ આ ઘર, આ દ્ધિ, આ પરિવાર, અને હું
For Private And Personal Use Only