________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સાચી માતા
યા ને
મુનિ અરણિક.
(૧). તગરા નગરીના વ્યવહારી દત્ત અને તેની સ્ત્રી ભદ્રાને એકનો એક પુત્ર અહંક-અરણિક હતે.
દત્ત અને ભદ્રાએ એકવાર અરિહંત ભગવાનની વાણું સાંભળી અને તેમને બન્નેને વૈરાગ્ય જાગ્યે. બન્ને દંપતી સંસાર છોડવા તૈયાર હતાં, પણ નાના બાળક અરણિકનું શું કરવું તે વિચાર તેમને મુંઝવતો હતો. ઘડીક કઈને ધન સંપત્તિ સાથે પુત્રને સોંપી દક્ષા લેવાને તે વિચાર કરતાં તે ઘડીક તે મોટો થાય ત્યારબાદ દીક્ષા લેવાના વિચાર ઉપર આવતાં.
બિલાડીને દુધ પીએ તે કેટલે વખત સચવાય, તેમ ધનસંપત્તિ સાથે નાના બાળકને પીએ તે સાચવનાર બાળકને સાચવશે કે સંપત્તિને ઉઠાવશે તે આશયે ઍપવાના વિચારમાં મંદ પડતાં. સાથે સાથે એ પણ વિચાર કરતાં કે માનવ માત્ર નસીબ સાથે લઈને આવે છે, તેના નસીબમાં સંપત્તિ હશે તે રહેશે અને જવી હશે તે જશે. માબાપ સંસારમાં હોય તેય ઠેઠ સુધી ડું જ બાળકને સાચવી
For Private And Personal Use Only