________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવનિત સુકમાલ
આંખમાં આંસુ હતાં અને કહેતાં હતાં કે “પુત્ર! આ બત્રીસ સ્ત્રીઓ, આ હવેલી, આ વૈભવ, આ બધું તેના માટે ?
માતા ! તે પણ મારા માટે રહેશે કે નહિ એની મને થોડી ખાત્રી છે.”
“પુત્ર! તું સંયમની વાત કરે છે પણ તારા દાંત મીણના છે અને સંયમ લેઢાના ચણા છે તેનું તને ભાન છે?
“માતા ! ચણુ ચવાશે નહિ તે મીણમાં સમાશે તે ખરા ને ? માતા ! પુલને કીડે પુલ જાણ્યા પછી વિષ્ટામાં કેમ રહે? મને આ સ્ત્રીઓ નરકાગાર લાગે છે. આ વૈભવ વાદમળીયે મેઘ લાગે છે અને આ સદ્ધિ વિજળીને ચમકારે લાગે છે. માતા ! પુત્રને સારા સ્થાને જવામાં અંતરાય ન કર”
“પુત્ર! તું ઘેલે થયે છે. તારૂં સુકેમળ શરીર આ બધું સહન નહિ કરે.” * “માતા ! સહન નહિ કરે તે હું અણસણ લઈશ.”
અવંતિ સુકુમાલે સ્ત્રીઓ, માતા અને ઘર છોડયું. મુનિવેષ સ્વયં ગ્રહણ કર્યો અને ગુરૂ પાસે જઈ ઉભો રહ્યો અને કહ્યું “મહારાજ ! મને દીક્ષા આપે.”
ગુરૂએ દીક્ષા આપી અને વૃદ્ધ સાધુને સેં.
અવન્તિ સુકમાલ મુનિએ ગુરૂને કહ્યું “ભગવંત ! મારી ઈચ્છા અણુસણની છે, આપ આજ્ઞા આપો તો વિલંબ વિના સ્વય સાધું.”
ગુરૂની અનુજ્ઞા લઈ અવંતિ સુકુમાલમુનિ અણસણ સ્વીકરી શમશાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
સ્મશાનમાં શિયાળાના અવાજ ચારે બાજુ કાન હેરા
For Private And Personal Use Only