________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
પૂયાય નૃપ કથા
- રાજર્ષિએ કહ્યું “તમે પૂર્વભવમાં અનર્મલ પૂર્ય ઉપાજંન કરેલું છે તેથી આટલી બધી દ્ધિ પામ્યા છે, છતાં તે પૂણ્યની સાથે પાપ પણ કરેલ છે તેથી પંગુ બન્યા છે.
“ભગવદ્ ! એકી સાથે બે કેમ બને? પૂણ્ય હોય તે પાપ કેમ થાય? અને પાપ હોય તે પૂણ્ય કેમ થાય ?” રાજાએ આશ્ચર્યથી પુછયું.
મુનિએ પૂણ્ય પાપની એકતાનું સમાધાન કરતાં કહ્યું
રાજન ! મનના પરિણામે અનેક પ્રકારના છે સારા કાર્યો કર્યા છતાં ઘડીકમાં મન તેને ધૂળમાં રગદોળી નાંખે છે તે બધું તમારા પૂર્વભવના જીવનમાં બન્યું છે.
પૂર્વભવમાં લક્ષમીપુર નગરમાં રામ, વામન અને સંગ્રામ નામના ત્રણ મિત્રો હતા. સાધુ પુરૂષના મન વચન અને કાયામાં એકતા હોય તેમ તે ત્રણે એકતાવાળા હતા. સૌની ઉંમર સરખી હતી, જ્ઞાતિ સરખી અને રહેણું કરણી પણ સરખી હતી. ચૌદ વર્ષની આશરે ઉંમર હતી ત્યારે તે ત્રણે ઉદ્યાનમાં ગયા અને એક મુનિને કાઉસગ્નધ્યાને રહેલા જોયા. ત્રણેએ ભાવથી મુનિને વંદન કર્યું. પણ વંદન કરતાં વામનની પીઠ ઉપર એક જળબિંદુ પડયું. તેણે ઉપર નજર નાંખી તે મુનિની આંખમાં કાંટે છે. આંખે વેદના છતાં મુનિ તે પ્રત્યે બેદરકાર લાગ્યા.
વામને મિત્રોને કહ્યું “મુનિરાજની આંખમાં કાંટે છે તે કાઢવે જોઈએ પણ હું ઠીંગણે શી રીતે કાઢું?”
રામે કહ્યું “કાંટે કાઢવે હેય તે હું ઘેડો થાઉં છું.
For Private And Personal Use Only