________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Pયાય ૫ કથા
ત્યાં પવનથી ઉડતું તણખલું અચાનક પૂણ્યાયના હાથમાં આવ્યું અને તે ફેંકતાં તેમાંથી વજા થઈ ધનાવહના માથા ઉપર ફરવા લાગ્યું.
ધનાવહ કંપ્યો, લશ્કર કયું, સૌ કેઈ હસ્તિરાજ આગળ આવી મેંમાં તણખલું લઈ ખડા રહ્યા. અને શરણે આવી પૂણ્યાઢય રાજાધિરાજની જયના પિતા સાથે સૌએ નગરમાં પ્રવેશ કર્યો.
લેકોએ કહ્યું કે “જેનું પૂણ્ય છે તેને વાળ કેણુ વાંકે કરનાર છે. દેશદેશ આ સમાચાર પહોંચ્યા અને જે રાજાઓ પંગુરાજા છે એમ માની સરવળવા માંગતા હતા તે સૌ ઠરી ગયા અને એક પછી એક પંગુરાજ પૂણ્યાઢયને પગે લાગી ભેંટણાં ધરી ખંડીયા રાજા બની ગયા.
પંગુરાજ પૂણ્યાઢય રાજસભામાં બેઠા છે ત્યાં વનપાલકે સમાચાર આપ્યા કે તપનરાજર્ષિ ઉદ્યાનમાં પધાર્યા છે, રાજા પૂયાઢય હસ્તિ સાથે દેશના સાંભળવા ગયો. રાજાએ અને લેઓએ દેશનારૂપ અમૃત માથું ધુણાવી ખુબ ખુબ પિતાનામાં ઉતાર્યું.
દેશના પુરી થતાં પૂણ્યાઢયે રાજર્ષિ ભગવંતને પૂછયું “ભગવંત! રાજ્ય, સમૃદ્ધિ, આરોગ્ય, જ્ઞાન આ સર્વે પૂણ્યથી મળે છે તે મેં એવું પરભવમાં કયું પૂણ્ય કરેલું કે મને આવી રાજ્યાદ્ધિ મળી અને અને સાથે સાથે આટલું પૂણ્ય છતાં મેં એવું કયું પાપ કરેલું કે પાંગળે પણ બન્યું?
For Private And Personal Use Only