________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
પૂણ્યાય ૫ કથા
પશુની બુદ્ધિએ તે પશુ હોય તે ચાલે.” આમ કહી ધનાવહે પૂણ્યાય સામે બંડ જગાવ્યું અને તે પદ્મપુર નગર બહાર નીકળે.
ડાહ્યા ગણતા લેકમાં પણ બુદ્ધિભેદ થયા અને કહેવા લાગ્યા કે “આવાને રાજા શી રીતે મનાય ?
એક પછી એક ઘણું ધનાવહને જઈ મળ્યા. નગર ટપોટપ ખાલી થવા માંડયું. અને જોતજોતામાં ધનાવહ આપે રાજા થાય તેવાં ચિન્હ જણાવા લાગ્યાં.
પંગુરાજ પૂણ્યાઢય વિમાસણમાં પડયે ત્યાં માવત બે “રાજન ! મુંઝાશે નહિ. વિપત્તિમાંથી સંપત્તિમાં આ હસ્તિરાજ લાવે છે તેવી તેની અજોડ તાકાત છે. ત્યાં તો હાથીએ પંગુરાજ પૂણ્યાઢયને પીઠ ઉપર બેસાર્યો અને થોડા વિશ્વાસુ સૈનિકો સાથે ધનાવહના લશ્કર સાગરમાં પડયે.
સાગરનાં મોજાં ફરી વળે તેમ મારે મારે કરતું લશ્કર હાથીની આસપાસ ફરી વળ્યું. કેઈ કહેવા લાગ્યું કે “આવાને વળી રાજ્ય હોય ?' તે કઈ કહેવા માંડયું “બિચારા એને શું વાંક? વાંક બધે હાથીને કે આવાને લઈ આવ્યું.” તે કેઈ ચતુર બલવા લાગ્યું કે આપણે ગમે તેમ બેલીએ પણ આ હાથી દેવી છે તે તેને લઈ આવ્યો છે તો જરૂર ૨ક્ષણ કરશે.”
નજરે ન પહોંચે તેટલા શત્રુનાં વિશાળ લશ્કર વચ્ચે ઘેરાયેલ પંગુરાજ પૂણ્યાઢય સહજ ગમગીન થવા જાય છે ત્યાં તે કઈ દેવી અવાજે કહ્યુ “પંગુરાજ ! મુંઝાઈશ નહિ જય તારે છે. જે આવે તે લઈ ફેંકી”
For Private And Personal Use Only