________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્યાઢય નૃપ કથા
૧૩૭
ક્રોધ, માન, માયા, લોભ એ અંતર શત્રુ છે તેને નાશ તથા સમતા વિગેરે મિત્રોની સાચી પ્રાપ્તિ તે સંયમમાં જ છે. અને તે સંયમ રાજપાટ ભેગવે ન પાળી શકાય.” મુનિએ સાચે રાહ બતાવતાં કહ્યું.
ત્યારબાદ રાજાએ આનંદસૂરિ પાસે સંયમ લીધું. અને વિહાર કર્યો.
( ૨ ). રાજાને પુત્ર ન હોવાથી મંત્રીઓએ હાથીને સુવર્ણ કળશ આપે અને તે જેના ઉપર ઢળે તેને રાજ્યગાદી આપવાનો નિર્ણય કરી મંત્રની પાછળ સિદ્ધિઓ ચાલે તેમ હસ્તિરાજ પાછળ સૌએ ચાલવા માંડયું.
- હાથીએ ગામ છોડ્યું, સીમાડે છે. અને એક જંગલમાં પેઠો. મંત્રીઓ પણ પાછળ પાછળ ચાલ્યા. ત્યાં તે એક વૃક્ષ નીચે કપડું ઓઢી સૂતેલા માણસ ઉપર હાથીએ કળશ ઢાળ્યો. મંત્રીઓએ જયજયરવ કરી સૂતેલા માનવીને રાજા તરીકે વધાવી લીધું. પરંતુ જ્યાં કપડું દૂર કર્યું તે પાંગળા વામનને જોઈ મંત્રીઓ વિચારમાં પડયા કે “આ શું રાજ્ય કરશે? અને શું આવા પાંગળા રાજાના આપણે કર્મચારીઓ બનશું?” ત્યાં તે હાથીએ પંગુને ઉપાડો અને પોતાની પીઠ ઉપર બેસાડી પદ્મપુર તરફ ઉપડશે.
પ્રજા અને પ્રધાન બનેને હાથીના પૂર્વ કર્તવ્યને ખ્યાલ હેવાથી કેઈ અને આશ્ચર્યમાં ગરકાવ થઈ પંગુ રાજાનું સામૈયું કર્યું અને સૌ કેઈએ તેના નામ ઠામ જાણુવાની ઈચ્છા રાખ્યા વગર અનાયાસે આવી રાજાધિરાજ પઢી મેળવનાર તે પંગુને પૂણયાય કહી સંબે.
For Private And Personal Use Only