________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂણ્ય, પાપ, સંયોગ.
યાને પૂણ્યાય નૃપ કથા
પદ્મપુર નામનું નગર હતું ત્યાં તપન નામને રાજા રાજ્ય કરતા હતા.
રાજા રાજસભામાં બેઠા હતા ત્યાં કોઈએ રાજાને ખબર આપ્યા કે “રાજન ! એક સુંદર હસ્તિરત્ન લઈ ધનાવહ વ્યવહારી આપને ત્યાં આવે છે. રાજા સામે આવ્યું. વ્યવહારીને અને હસ્તિને આદર સત્કાર કર્યો અને કહ્યું કે
શ્રેષ્ઠિવર! મારા ભાગ્યના દ્વાર તમે છે અને તમને જે હું આપું તે ઓછું છે. ખરી રીતે આ હતિરાજ તમે નથી આપે પણ તે હસ્તિરાજ આપી મને રાજાધિરાજ પદ આપ્યું છે. કેમકે તેના આગમનથી હું જે રાજ્યને અધિષ્ઠાતા બનીશ તે બધામાં પ્રતાપ તમારે જ ગણાશે.” આમ રાજાએ કૃતજ્ઞતા બતાવતાં કહ્યું. અને પિતાના રાજ્યની અધીર સરહદ શ્રેષ્ઠિને સેંપી. આથી ધનાવહ શ્રેષ્ઠિ મટી રાજા થયે.
તપન રાજાએ સારા મુહૂર્ત વિજયયાત્રાનું પ્રયાણ કર્યું, રાજાએ હાથી, ઘોડા, રથ, પાયદળ વિગેરે બધું લશ્કર લીધું પણ ખરી રીતે તે તે શોભામાત્ર હતું. હાથીજ એક પછી
For Private And Personal Use Only