________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હલી (ખેડત) થા
૧૩૩ નામે પુત્ર હતે વાસુદેવની પહેલાં પ્રતિવાસુદેવ હોય તેમ તે વખતે અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ હતું. આ અશ્વગ્રીવે પિતાનું મૃત્યુ ત્રિપૃષ્ઠથી થશે તેવું નિમિત્તિયા દ્વારા જાણ્યું આથી તેણે ત્રિપૃષ્ઠને મારી નંખાવવાના વિવિધ ઉપાય શોધ્યા પણ ત્રિપૃષ્ઠ મર્યો નહિ. - આ પછી તેણે ત્રિપૃષ્ઠને મારવા એક ઉપાય શોધી કાઢયે. અશ્વગ્રીવના ડાંગરનાં ખેતરોમાં એક સિંહ ખુબ ઉપદ્રવ કરતો હતે તેને સાચવવાનું કામ ત્રિપૃષ્ઠના પિતાને સોંપ્યું.
પ્રજાપતિ રાજા અશ્વશીવના આ હુકમથો ખુબ શોક ગ્રસ્ત બન્યા ત્યાં ત્રિપૃદ્ધે કહ્યું “પિતાજી! શું વિચાર કરે છે સાલિક્ષેત્રની રક્ષા હું કરીશ.”
“બેટાસિંહ ભયંકર છે અને આજ સુધી તેણે ઘણું બળવાન રાજાઓના પ્રાણ લીધા છે.”
પિતાજી! ભલેને બળવાન સિંહ રહ્યો આપણે કયાં ઓછા બળવાન છીએ?
ત્રિપૃષ્ઠ પિતાની રજા લઈ સિંહસારથિને સાથે લઈ રથમાં બેસી શાલિક્ષેત્રે આવ્યા. - સમય થયે એટલે ત્રાડ નાંખતે સિંહ આવ્યું અને ત્રિપૃષ્ઠ ઉપર પંજો નાંખવા ગયે કે તુર્ત ત્રિપૃષ્ઠ તેનાં બે જડબાં પકડી તેને ઉભે ને ઉભે ચિરી તરફડીયા ખાતે અર્ધમરેલી અવસ્થામાં દૂર ફેંકયે.
અનેકને રંજાડતા સિંહના આ હાલ દેખી વનના વ્યંતરેએ “શાબાશ ત્રિપૃષ્ઠ” “શાબાશ ત્રિપૃષ્ઠ’ કહી જયજયારવ કયે.
For Private And Personal Use Only