________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
હોય તેને ધર્મગ્રંથ કેમ કહેવાય? જુઓ. આ સામે બાંધેલ બરાડા પાડતું પશુ કહે છે કે
_नाऽहं स्वर्गफलोपभोगगसिको.
મારે સ્વર્ગમાં જવું નથી અને મને સ્વર્ગમાં લઈ જાએ તેવી મેં તમારી પાસે માગણી પણ કરી નથી, મને તે મારા ઘાસચારામાં સંતોષ જ છે, તમને એમ ખાત્રી હોય કે આ યજ્ઞથી હણાયેલાઓ સ્વર્ગમાં જાય છે તે તમારા માબાપને સ્વર્ગે મોકલવા કેમ હણતા નથી ?
રાજાને ધનપાલની આ વાત સાંભળી રેષ તો ચઢ પણ ધનપાલે કહ્યું “મહારાજ !
सत्यं यूपं तपो ह्यग्निः प्राणास्तु समिधो मुदा
अहिंसामाहुतिं दद्यादेष यज्ञः सनातनः “સત્ય એ યુપ છે. તપ એ અગ્નિ છે, પ્રાણુ એ સમિધ છે અને જ્યાં અહિંસારૂપી આહુતિ હોય તે સાચે યજ્ઞ છે.
રાજા ધનપાલના યુક્તિયુક્ત વચનેથી ચૂપ રહ્યો.
રાજા એક વખત સરસ્વતી કંઠાભરણ નામના શિવમંદિરમાં ગયો. રાજાને વિચાર ધનપાલને જુઠે પાડવાનો થયો અને કહ્યું “ધનપાલ! તું બહુ હેશિયાર છે તે કહે જોઈએ કે આ મંદિરના કયા દરવાજેથી હું નીકળીશ ?”
ધનપાલે અચૂડામણિ ગ્રંથના આધારે “રાજા ક્યાંથી નીકળશે” તે લખી સીલબંધ કાગળ આપે.
રાજાએ વિચાર્યું કે ગમે તે એક બારણુમાંથી નીકળીશ” તેવું તેણે લખ્યું હશે ધનપાલનું લખેલું બારણું ન નીકળે
For Private And Personal Use Only