________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
કવિ ધનપાલ
રાજન ! હું ગયે ઝાષભદેવ ભગવાનના મંદિરમાં. સામે બેઠા હતા નિરંજન નિરાકાર ભગવાન.
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यम् करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यं
तदसि जगति देवो वीतरागस्त्वमेव
જેમની બને દષ્ટિ પ્રસન્ન અને પ્રશમરસમાં છલતી હતી. મુખ અને બે સ્ત્રીસંગથી રહિત હતે. હાથ શસ્ત્ર વિનાના હતા તેથી મને લાગ્યું કે ખરેખર વીતરાગ ભગવાન હોય તે આજ છે.”
મેં આવી મૂર્તિની–ભગવાનની પૂજા કરી અને તેમની સ્તુતિ પણ ગાઈ.
રાજા ધનપાલની યુક્તિયુક્તવાણું અને દઢતાથી આશ્ચર્ય પામ્ય અને મૌન રહ્યો.
રાજા અને ધનપાલ એક વખત ફરવા નીકળ્યા છે.
આગળ જતાં ભેજે શિકારમાં એક તીરથી હરણને વિંધ્યું અને ફુલાતા હૃદયે ધનપાલને વર્ણન કરવાનું કહ્યું. ધનપાલ તુર્ત બેલી ઉઠે. रसातलं यातु तवाऽत्र पोरुषं कुनीतिरेषाऽशरणो ह्यदोषवान
“હે રાજા! આ તમારૂં પુરૂષાર્થ રસ તળ પામે. કેમકે આ પુરૂષાર્થમાં નિર્દોષ પશુઓ હણાય છે તેમાં હું શું પ્રશંસા કરૂં?
For Private And Personal Use Only