________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિ ધનપાલ
૧ મહાશક્તિના મંદિરમાં ગયે પણ તુર્ત કાંપતે કાંપતે પાછા કર્યો. વિષ્ણુના મંદિરમાં ગયે પણ ત્યાં પડદે કરી પાછે ફર્યો. શંકર અને મહાદેવના મંદિરમાંથી પણ પાછો ફરી જિનમંદિરમાં જઈ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી ધનપાલ રાજા પાસે હાજર થા.
રાજાએ પૂછ્યું કે “કેમ, મહાશક્તિની પૂજા કરી?
“ના. મહારાજ દેવીના હાથમાં ત્રિશૂળ હતું મને ભય લાગ્યું એટલે તુર્ત ત્યાંથી જીવ લઈ નાઠ.” એમ ભય દેખાડતાં ધનપાલે કહ્યું.
ભગવાન વિષ્ણુ અને મહાદેવની તે ત્યારે તે બરાબર પૂજા કરી હશે.”
“ના. મહારાજ! આપ આપના રાણીવાસમાં હે, મહાદેવી આપની પડખે બિરાજ્યાં હોય ત્યારે સજજન માણસે ત્યાં આવવું શું ઉચિત છે? વિષ્ણુ લક્ષમીદેવી સાથે એકાંતમાં રાગ અવસ્થામાં હતા તેથી મને લાગ્યું કે મેં તે આ ભૂલ કરી છે પણ બીજે કઈ ભૂલ ન કરે તેથી હું તે ત્યાં પડદે કરી પાછા ફર્યો.”
મહાદેવના મંદિરમાં પેઠે પણ મને થયું કે હું આ હાર કયાં ચડાવું ? હાર તે કંઠમાં ચડાવાય. મહાદેવના મંદિરમાં મેં કઈ દેવકૃતિ દેખી નહિ. પછી મને થયું કે તેમના ગુણગાન કરૂં પણ મને તે ત્યાં શ્રવણ હોય તેવી આકૃતિ પણ ન જણાઈ. આથી એકલા લિંગવાળા તે સ્થાનને મેં ત્યાગ કર્યો. ધનપાલે મિમાંસા કરતાં સ્પષ્ટ સ્પષ્ટ કહ્યું.
ત્યારે તે પૂજા કયાં કરી ?
For Private And Personal Use Only