________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
કવિ ધનપાલ
દીક્ષા લીધે બારબાર વર્ષના વહાણાં વાયાં અને મેં જેનસાધુ ઉપર તિરસ્કૃત મનવાળાએ કઈ દિવસ તેની ભાળ પણ લીધી નથી.”
મુનિની પાસે બેઠેલ નાના સાધુએ ઓળખાવતાં કહ્યું આજ તમારા ભાઈ અને અમારા ગુરૂદેવ શબનમુનિ.”
ધનપાલ નમી પડ્યા અને પિતાના પાછળના કૃત્ય માટે શરમાયે. ધનપાલ અહિંથી સમકિતી બન્યા.
(૫) હવે ધનપાલ જિનેશ્વર દેવને દેવ, કંચન કામિનીના ત્યાગી પંચમહાવ્રતધારી ગુરૂને ગુરૂ અને જૈનધર્મને ધમ તરીકે માને છે.
કે દ્વેષીએ જઈ ભોજરાજાને ખબર આપી કે ધનપાલ જૈન સાધુઓની વિદ્વત્તાનેજ માત્ર રાગી નથી પણ હવે તે તે ચુસ્ત જેનધમી છે. તે જ જૈનધર્મને અનુષ્ઠાને કરે છે અને વેદ, પુરાણ, સ્મૃતિ, ઉપનિષદેને જાણકાર છતાં આજે તે જૈન શાસ્ત્રોને હૃદયથી અવગાહે છે અને અવગાહતાં માથું ધુણાવી
प्रभुरपि गतस्तत्प्राचीनो दुनोति दिनव्ययः
(ગયેલ પ્રાચીનકાળ મારા હૃદયને અત્યારે ખુબ દુઃખ ઉત્પન્ન કરે છે) કહી ગતકાળને પશ્ચાતાપ કરે છે.
રાજાને આ વાત ચોક્કસ કરવાનું મન થયું તેણે ધનપાલને કહ્યું “ધનપાલ! પૂજાની સામગ્રી લઈ મહાશક્તિ ભગવાન વિષ્ણુ અને શંકરભગવાનની પૂજા કરી આવે.”
ધનપલે શુદ્ધ વસ્ત્ર પહેર્યા. પૂજાનો થાળ લીધે તે
For Private And Personal Use Only