________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
16
(૩) સર્વદેવ વિપ્રને ધનપાલ અને શોભન નામના બે પુત્રમાંથી શેભને દીક્ષા લીધી. ધનપાલ ભેજરાજાને માનીતે હોવા ઉપરાંત મિત્ર અને મુંજરાજાથી સરસ્વતી વિગેરે બિરૂદથી વિભૂષિત થયેલ મહાપંડિત તરીકેની ખ્યાતિ પામ્યું હતું તેને શોભનના મુનિ થવાથી જનસાધુ ઉપર દુર્ભાવ થયો અને તેનું પરિણામ એ આવ્યું કે ધારામાં આવતા સાધુઓ તેનાથી વિડંબણુ પામતા હોવાથી લગભગ ધારામાં જનસાધુઓ વિહાર કરતા બંધ થયા. આ વાત મહેન્દ્રસૂરિને સાલી.
'એક વખતે તેમણે શોભનને કહ્યું “શોભન ! તમારે ધારા તરફ વિહાર કરવાને અને ધનપાલને પ્રતિબંધ કરવાને છે.” શોભને ગુરૂની વાણી તહત્તિ કરી અને ધારા તરફ વિહાર કર્યો.
સવારનું પહેર હતું, સૂચે સોનેરી ચાદર પૃથ્વી ઉપર પાથરી હતી અને તેનાં સૌમ્ય કિરણે લોકોને રાંચકર લાગતાં હતાં. તે વખતે ધારાના પરિસરમાં લટાર મારતા ધનપાલે જૈનમુનિઓને જોયા. જોતાં જ તેણે તેમની મશ્કરી કરતાં કહ્યું
“રાદ્ધમત્ત મત નત્તેિ હે ગધેડાના દાંત સરખા ભગવાન તમને નમસ્કાર.”
ત્રણ મુનિઓમાથી મોટા શોભનમુનિએ કહ્યું (कपिवृषणास्य वयस्य सुखं ते) 'मर्कटकास्य वयस्य सुखं ते' માંકડા સરખા મૂખવાળા હે ભાઈ તું સુખી છે ને ?
For Private And Personal Use Only