________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજીવિકા અને ધર્મ
' યાને કવિ ધનપાલ
(૧) “પિતાજી ! આપ કેમ ઉદાસ છે ?” “બેટા કાંઈ નહિ?”
ના પિતાજી ! આપ કહે કે ન કહો પણ ઉદાસ તે જરૂર છે જ. આપ કે અકથ્ય વેદના વેદી રહ્યા છે. તેમ જણાય છે.” પિતાની વેદનામાં સહભાગી બનતાં શેભને કહ્યું.
સર્વદેવને અવાજ ભારે થે. શબ્દ કહેતાં અડધા અડધા ગળામાં રહી જવા લાગ્યા છતાં પ્રયત્નપૂર્વક તેણે કહેવા માંડયું “પુત્ર! તું કહે છે તે સાચું છે. હું વચન પાળી શકે નથી તેનું મને ખુબ દુઃખ થાય છે.”
પિતાજી શાનું વચન ?” આશ્ચર્યથી શોભને કહ્યું.
“સાંભળ. મૂળ તે આપણે મધ્ય પ્રદેશમાં આવેલ સાંકાશ્ય નામના ગામના વતની. પણ સિંધુરાજના વખતથી ધારામાં આવ્યા. દાદા દેવર્ષિ ખુબ વિદ્વાન, અને જેવા વિદ્વાન તેવા જ સમયસૂચક. તે ઘણાં શિધ્ર કાવ્ય બનાવતા અને તેમના કાવ્યથી રાજવીઓ લાખ લાખ રૂપિયાની ભેટે આપતા. પણ જ્યારે મેં ઘરને વહીવટ સંભાળ્યું ત્યારથી તે મેં કાંઈ તેવા પૈસા પણ દેખ્યા નથી. તેમ દાગીના પણ ઘરમાં જોયા નથી. આમ છતાં મેં ઘરના ખુણેખુણ તપાસ્યા, રસેડામાં
For Private And Personal Use Only