________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
સુનંદા અને રૂપમેન ત્યાંથી સર્પ, કાગડે, હંસ અને હરણ થયે. જે હરણનું માંસ તમે આનંદથી આરોગે છે તે રૂપસેનના જીવનું કલેવર છે”
સુનંદાએ કાન આગળ હાથ દીધા અને અરેરે ! કરી ચીસ નાંખી બેલી “ભગવંત! હું મહાપાપી ! રૂપસેને પાપ ભેગવ્યું નથી છતાં તેની દશા આ થઈ તે મારું શું થશે ? ભગવંત ! મારે વિસ્તાર કઈ રીતે થાય !”
“મહાપાપીને પણ ઉદ્ધાર ત્યાગમાર્ગથી થાય છે. જ્યાં સુધી મનુષ્ય જીવનની દેરી હાથમાં છે ત્યાં સુધી તરવાના બધા માગે છે.”
ભગવંત ! રૂપસેનને જીવ હરણમાંથી વી કયાં ઉત્પન્ન થયે છે? અને તે બિચારાને કઈ રીતે ઉદ્ધાર થશે ખરો?
ભદ્રે ! વિધ્યાચળના સુગ્રામ નામના ગામની સીમમાં તે હાથીરૂપે ઉત્પન્ન થયે છે. અને તારા મુખથી તે પૂર્વના સાત ભવ સાંભળશે એટલે તેને જાતિસ્મરણ જ્ઞાન થશે તેને મોહ ટળશે. ધર્મ પામશે અને દેવકે જશે.”
સુનંદાએ રાજા તરફ મુખ ફેરવ્યું ને કહ્યું “નાથ ! આપે મારૂં કુલટાનું ચરિત્ર સાંભળ્યું, હું દુ:શ્ચારિત્રી અને રૂપાસેન જેવાના અનર્થનું કારણ છું. આપ આજ્ઞા આપ તે દીક્ષા લઈ મારું અને જેનાં મેં સાત સાત ભવ બગાડયા છે તેનું શ્રેયઃ સાધવા પ્રયત્ન કરૂં.”
રાજાએ કહ્યું “દેવિ! જીવ માત્ર કર્માધિન છે. તું એકલી કેમ આપણે બન્ને દીક્ષા લઈએ અને શ્રેયઃ સાધીએ.”
મુનિએ “શ પરિવર્ષ જ “વિલંબ ન કરશે” કહી ગુરૂ પાસે ગયા.
રાજા રાણી અને કે ભાવકોએ ત્યારપછી દીક્ષા લીધી.
For Private And Personal Use Only