________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
સુનંદા અને ૨૫ સેન
પ્રમાણે ત્યાંથી પસાર થતા બે મુનિએમાંથી એક જ્ઞાનવંત મુનિ માથુ ધુણવતા સાથે રહેલ મુનિને ઉપર પ્રમાણે કહેતા પસાર થયા.
રાજારાણીને મુનિની પરસ્પરની વાતમાં શંકા પડી અને રાજા તુર્ત ઉભે થઈ મુનિને કહેવા લાગ્યું “મહારાજ ! અમારી સામે માથું ધૂણવ્યું તેનું શું કારણ?'
કાંઈ નહિ સંસારની વિચિત્રતા દેખીને.” મુનિએ ગંભીર અવાજે કહ્યું.
“અમે માંસ ભક્ષણ કરીએ છીએ તેથી આપને દુર્ગઅછા આવી તે તે માથું ધૂણવવાને હેતુ નથી ને?” એમ રાજાએ સ્પષ્ટ કરતાં કહ્યું.
રાજન ! મેં તો માથું એ માટે ધુણાવ્યું કે વિષય કષાયને વશ થઈ જીવ ફક્ત ચિંતવન કરવા માત્રથી પાપના દુર્ગાનથી સંસારમાં નિગોદ જેવા કેટલાએ ભ કરી મહાદુઃખ પામે છે.
આપને અહિં આમાંનું કંઈ લાગ્યું !” રાજાએ વાતને જાણવાની ઈચ્છાથી કહ્યું.
રાજન ! સંસારમાં રખડતા જીવે બધે ચિંતવન માત્રથી વિણ ખાધા વિણ ભેગવી અનેક પાપ એકઠું કરે છે તે અહીં તાદશ જોયું.
“મહારાજ ! આપે જે જોયું તે અમને જણાવે તે અમારું કલ્યાણ થાય.” એમ સુનંદાએ આગ્રહથી વિજ્ઞપ્તિ કરી.
હું જણાવું પણ તમે તેથી નાખુશ નહિ થાઓ. ! જરૂર નહિ.” એમ દઢ નિશ્ચયથી સુનંદાએ કહ્યું.
For Private And Personal Use Only