________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને રૂપાસેન
૧૫
પડી અને તેમાં રૂપસેન દટાઈ મૃત્યુ પામે અને મૃત્યુ વખતના સુનંદા ઉપરના રાગના અતિરેકને લઈ ઋતુસ્નાન કરેલી સુનંદાની કુક્ષિમાં જુગારીઓ કરેલ સંગથી ગર્ભપણે ઉત્પન્ન થયે.
આથી જ શાસ્ત્રકારને કહેવું પડયું છે કે “ઝેર અને વિષયમાં ખરેખર મોટું અંતર છે. ઝેર ખાય તે મરણ આપે પણ વિષયે તે સ્મરણ કરે તે પણ મૃત્યુ આપે છે.”
માતાની સહચરીઓના ગયા પછી સુનંદાએ દાગીનાએની તપાસ કરી તે કેટલાક દાગીના ન મળ્યા પણ સુનંદાએ રાગદશાથી વિચાર્યું કે તુટી ગયેલા દાગીના સમારકામ કરાવવા માટે પ્રાણપ્રિય લઈ ગયા હશે તે સારા કરાવી મેકલશે. પણ તે બધા કેમ ન લઈ ગયા? શું કરે? તે વખતે કયાં નિરાંત હતી. ( કૌમુદી મહોત્સવ પૂર્ણ થતાં નગરવાસીઓ પાછા ફર્યા તેમ રૂપસેનના પિતા વસુદત્ત અને તેના ભાઈ ધર્મદત્ત, દેવદત્ત અને જયસેન વિગેરે પરિવાર પણ પાછા આવ્યા. ઘરે તાળું હતું તે થોડીઘણી તપાસ પછી ઘર ખેલાવ્યું અને ચારેકોર રૂપસેનની તપાસ કરાવી પણ તેને કોઈ પણ પત્તો ન જ મળે. રાજા કનકધ્વજે ઠેરઠેર સિનિકે મોકલ્યા. કુવા, તળાવ, વાવ, જંગલે, પર્વતની ખીણો, ઉપવન, ચેરનાં
સ્થાનકે આમ જયાં જ્યાં શંકા ઉપજી ત્યાં બધે તપાસ કરાવી પણ રૂપસેન કયાં ગયે તેના કાંઈ સમાચાર ન મળ્યા.
કર્ણોપકર્ણ આ વાત સુનંદાને કાને પણ ગઈ, તેણે પણ ખાનગી ઘણી ઘણી રૂપસેનની તપાસ કરાવી અને માન્યું કે
For Private And Personal Use Only