________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને રૂપાસેન તેના પગે પડી કરગરતી હતી અને કહેતી કે મારી ભૂલ નથી આપ તપાસ કરો હું નિર્દોષ છું.”
સુનંદા સખિઓને લઈ આવી અને છતા અછતા દૂષની કલપના કરી મારતા પુરૂષને બતાવી કહેવા લાગી કે “સ્ત્રીને અવતાર કેટલે પરાધીન છે. સંસારમાં શું સુખ છે? આખે દીવસ વૈતરું કરવું છતાં સાસુ સસરા અને ધણીના દબાયેલા રહેવું. સ્ત્રી ઘરને દીવે, ઘરની લક્ષમી, સૌભાગ્યનું
સ્થાન છે તેને પુરૂષને ભાગ્યે જ ખ્યાલ હોય છે. બહેન! મારે વિચાર તે પરણી દુનીયામાં જે કાંઈ મેટાં મોટાં પાપ ગણાય છે તે શિકાર, ચેરી, મદિરા વિગેરે બધા પુરૂ કરે છે તેને આધીન થઈ જીવન વેડફી નાંખવાને નથી. તું માતાને કહેજે કે ભૂલે ચૂકે મારે વિવાહ કઇ જગ્યાએ કરી ન નાખે.”
સખિએ કહ્યું: “બહેન ! હજી તું નાની છે. સ્ત્રીને પતિ શું છે તેની ખબર હજી હમણાં તને નહિ પડે! સ્ત્રીનું સૌભાગ્ય, પ્રાણ અને સર્વસ્વ સ્વામિ છે તે આજે તું કયાંથી
સમજે ?”
“મારે કાંઈ સમજવું નથી! તું તારે માતાને કહી દેજે કે સુનંદા પરણવાની નથી અને તમે કેઈનું માથું સ્વીકારશે નહિ કે મારું કરશે નહિ.” સુનંદાએ પુરૂષજાત પ્રત્યે અણગમે બતાવતાં મક્કમતાથી કહ્યું
સખિએ રાજમાતાને કહ્યું કે “સુનંદાને વિચાર લગ્નને નથી, પણ તમે તેમાં ગભરાશે નહિ, બાળક છે એટલે બેલે ! ઉંમર થયે બધાં સારાં વાનાં થશે.”
રાજમાતા હસ્યાં અને સારું કહી પતાવ્યું.
For Private And Personal Use Only