________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકનું સાચું શિયળ
યાને
સુદર્શન શેઠ | [ શ્રાવકના બાર વ્રતમાં બ્રહ્મચર્યને પં, વીરવિજયજીએ બાર વ્રતની પૂજામાં “તે વ્રત જગમાં દીવો મેરે પ્યારે' કહી ગયેલ છે. તેચતુર્થવ્રતનો આદર્શ જેમણે જીવનમાં ઉતાર્યો અને બ્રહ્મચર્યવ્રતનું પરાકાષ્ઠાએ પાલન કર્યું તે સુદર્શન શેઠની કથા સંક્ષિપ્તમાં ઋષિમંડલવૃત્તિ પૃષ્ઠ ૧૧ ૮માંથી સાર રૂપે અહિં આપવામાં આવેલ છે. ]
ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતા હતા તેમને રૂપરૂપના અંબાર સરખી અભયા રાણી હતી. આ નગરમાં ધમપરાયણ રાષભદાસ શેઠ રહેતા હતા. તેમને ભેળા સ્વભાવની અરિહાદાસી નામે ભાર્યા હતી.
શેઠ ઘણું સમૃદ્ધિવંત. તેમને ત્યાં પિસા ખુબ તેમ પશુઓ પણ ખુબ. આ પશુઓની સારસંભાળ માટે તેમણે એક સુભગ નામના ભરવાડને ઘેર રાખે. સુભગ પશુઓને ઘાસચારો ચરાવે, પાણી પાય, દુધ દુવે અને માખણ ઘી કાઢે.
એક દિવસ સુભગ પિતાનાં હાલાં પશુઓને ચરાવતે ચરાવતે ઘર તરફ પાછો ફરે છે, ત્યાં તેણે એક મુનિને કાઉસ્સગ્ન ધ્યાને જોયા. સુભગ વિચારવા લાગ્યું કે મુનિ શું વિચાર કરતા હશે? શું ધ્યાન ધરતા હશે? પર્વતને પણ કંપાવે તેવે સુસવાતે પવન છે. અને દાંતનું સંગીત
For Private And Personal Use Only