________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરંગવતી
યાદ આવ્યું અને કોઈ પણ ભેગે તેમને બચાવવાને મેં નિર્ણય કર્યો.
વહેલી પરોઢે તેમને મેં ઉઠાડયાં અને ગુપ્ત માર્ગે થઈ પલ્લી બહાર કાઢયાં. અને આ પછી હું તેમનાથી છુટે પડે અને વિચારવા લાગ્યું કે હવે ફરી પહેલીમાં જવું એ મારે માટે જીવનનું જોખમ છે. મેં સાસ લીધું પણ પછી તુર્તજ શકટમુખ ઉપવનમાં બિરાજતા એક મુનિમહાત્માને ભેટે થયે. તેમની પાસે મેં વ્રત લીધું. હું વ્રત લઈ ઉત્તરાધ્યયન આચારાંગ વિગેરે શાસ્ત્ર શિવે અને હવે ઉપદેશ આપનો વિચરૂં છું.” | મારા પતિએ કહ્યું “મહારાજ ! તે યુગલ બીજું કઈ નહિ પણ અમે બને. આપે અટવીમાંથી તાર્યા તેમ હવે અમને ભવ અટવીમાંથી પણ તારે.” ત્યાંને ત્યાં અમે અમારાં કપડાં પરિવારને આપી દીધાં અને દીક્ષા લીધી.
દિક્ષાના સમાચાર સાંભળી અમારું કુટુંબ આવ્યું તેમણે અમને સમજાવવા ઘણા ઘણા પ્રયત્ન કર્યા. અમને સંચમની રઢ લાગી હતી એથી તે થાકયા. છેવટે મારા પિતા તથા સસરાએ કહ્યું “સંયમ લીધું છે તેવું સુંદર પાળજે.”
આજ અરસામાં એક સુવ્રતાશ્રી સાધ્વી ત્યાં મુનિજીને વંદન કરવા આવેલાં તેમને મને મુનિમહાત્માએ ભળાવી. હું સાવીની નિશ્રામાં આવી. સાધુ તથા નૂતન સાધુ બને પૃથ્વીને પાવન કરતા વિચરે છે અને હું સાવીજી મહારાજની નિશ્રામા તપથી ભાવિત થઈ વિચરું છું.
હે ભદ્રે ! આ છે મારી પૂર્વકથા.”
For Private And Personal Use Only