________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવા કંઈક વિચારાચારે મળતા બનીને આગાખાની મુસદ્ભાને, કરેડે રૂપૈયા ખર્ચીને હજારે ઉપદેશકે રાખીને હિંદુઓને આગાખાની મુસભાન બનાવે છે. પ્રીસ્તિોએ પણ હિંદુઓને અને જેનેને ખ્રસ્તિ કરવા અબજો રૂપિયા ખર્ચા હજારો ઉપાય કરી લાખો મનુબેને પ્રીતિ બનાવ્યા છે. જેનો તમે જાગે! જૈનસાસનશત્રુઓથી બચી જાઓ! ધર્મ માટે અપઈ જાઓ! સાધુઓના નાશની સાથે ગૃહસ્થ જૈન સંઘને પણ નાશ થશે, માટે ધર્મગુરૂઓની સેવાભક્તિ કરીને શાસ્ત્રના જ્ઞાતાઓ બની જનધર્મનો વિશ્વાસમાં પ્રચાર કરવો જોઈએ.
પ્રશ્ન–તમારે પોતાને મહાત્મા ગાંધીજી માટે શે અભિપ્રાય છે અને મહાત્મા ગાંધી હિંદુ મુસલમાનની એકતા કરે છે તથા ઢેડભંગીને સ્પશ્ય ગણે છે તથા રેંટીયા ખાદીની પ્રવૃત્તિ કરે છે તેમાં તમારે જાતિ અભિપ્રાય યો છે ?
ઉત્તર–વ્યવહારથી જૈનધર્મની દૃષ્ટિએ તેમને હું જેનગ્રહસ્થ વા જૈન સાધુ માનતો નથી પણ હિંદ દેશનાયકોમાં સર્વપુરૂષોમાં વિશેષ સત્યગ્રાહી, સરલ, અને ગુણાનુરાગી અને મધ્યસ્થ, અને મોક્ષમાર્ગાનુસારી કોટિના પુરૂષોમાં યોગ્ય શ્રેષ્ઠ તરીકે છે એમ માનું છું, હિંદુ મુસલમાનની એકતા થાય અગર ન થાય તે પણ તેમની ભાવના અને પ્રવૃત્તિને તો સારી માનું છું, હિંદુ સંન્યાસીઓ જેવા તે ત્યાગી નથી પણ તે ત્યાગીના કેટલાક ગુણોથી યુક્ત છે, જૈનશાસ્ત્રની દષ્ટિએ તે વ્યવહારથી જૈનવા ત્યાગી નથી, તેમનામાં ધર્મસહિષ્ણુતા ગુણ સારા પ્રમાણમાં ખીલ્યું છે અને તેથી તે સમ્મષ્ટિગુણસ્થાનને ભવિતવ્યના યોગે પામવાને લાયક છે, એમનામાં દેશદાઝ સારી છે. ઢેડ ભંગીને સ્પર્શ્વ માનવા એવી તેમની માન્યતાવાળે હું નથી પણ હું હેડભંગીઓ સ્પર્ય થાય એવા ઉપાયો લેવાની તરફેણમાં છું, તેઓ કેળવણું પામશે તથા દારૂ માંસ વગેરેનો ત્યાગ કરશે
For Private And Personal Use Only