________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
રક્ષક મરી જતાં પણ કંઈસત્યધર્મ વિચારેને ત્યાગ કરતા નથી. અમે કોઈનું નામ દઈને પ્રત્યુત્તર લખ્યો નથી. ફક્ત ઉપર્યુક્ત વિચારોથી તેના પ્રતિપક્ષી વિચારેનો જવાબ આપે છે એમાંથી મધ્યસ્થસત્યગ્રાહકે જે વિચાર કરશે તે તેમાંથી તેઓ ઘણું લેવાનું મળશે. ગાંધીજી, તિલક, દાસબાબુ વગેરે દેશ નાયકના દેશ નાયત્વ સામે અમારે વિરોધ નથી, પણ લાલા લાજપતરાય વગેરે કે જેઓ જૈન ધર્મ તીર્થકર વગેરે સંબંધી વિરૂદ્ધ વિચારે જાહેર કરે છે, તેઓને તે ઉત્તર આપવું જોઈએ. જ્ઞાતપુત્રમહાવીરના અંગે ગાધી ભકતે જે વિચારો છપાવ્યા હતા, તેમાં પ્રસંગે ગાંધીજી સંબંધી અમારા વિચારેને જૈનશાસ્ત્રાધારે જાહેર કર્યા. તેમાં ગાંધીજીના અંગત ચારિત્ર સબંધમાં અમે ઉતર્યા નથી, અન્ય ધર્મી સર્વલોકોમાં હું ગાંધીજીને પ્રથમ નંબરના ઉત્તમ ભક્ત લૌકિક મહાત્મા તરીકે માનું છું, તે ખરા દેશભક્ત છે પણ જૈનધર્મદષ્ટિએ તે જન મહાત્મા નથી, એવો મારે અંગત વિચાર છે. ગાંધીજી વગેરે દેશનાયકો સાથે ગૃહસ્થ જેને, દેશરાજકીય ચળવળમાં ભાગ લે તેમાં અમારો વાંધો નથી પણ તેની સાથે અમારા તીર્થકરોની અને ગુરૂઓની કક્ષામાં ગાંધીજીને મૂકીને સાધુ ગુરૂઓ હામે પડનારા ગાંધી વગેરે દેશનાયકના અર્ધ દૃષ્ટિરાગી નાસ્તિકશંક્તિ જેને પ્રતિ તેમની ચર્ચાને જવાબ છે અને ભવિષ્યમાં તેઓ આ લેખને ઉત્તર આપે તો તેના હામાં જીવતાં સુધી જવાબ આપવા તૈયાર રહીશ. જેનોએ ધર્મ પરિવર્તનમહાયુદ્ધના સંક્રાન્તિયુગમાં જૈનશાસ્ત્રને ઉડાવનારાઓને વિશ્વાસ ન કર અને તેઓને ઉસૂત્ર વિચાર સામે વિરોધ જાહેર કરવા જોઈએ. જેનેએ શારીરિક માનસિક ધાર્મિક કેળવણીનું શિક્ષણ લેવું અને જૈનાચાર્યોના ઉપદેશાનુસારે વર્તવું, જૈનધર્મ માટે જૈનેતર ધર્મીઓ કે જે સામાન્ય અહિંસા દર્શાવતા હોય તેઓના ધર્મીભક્ત ન થવું. હિંદુઓના
For Private And Personal Use Only