________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧ ) તથા તે સાધુ દીક્ષાસંયમમાં હતા અને મરીચિ પડી ગયા હતા. મરીચિએ વર્ણશંકર વેષાચાર સ્થાપે તેથી સંઘને તે ગમ્યું નહીં, સાધુઓ વગેરે તેથી તેમની પાસે રહી સેવા કરી શકે નહીં તેમ જ તેઓને દૂર રહેવાથી મરીચિની માંદગીની ખબર પણ ન હોય. તથા મરીચિએ સેવા કરાવવા માટે માગણું ન કરી હોય, તથા મરીચિ વનમાં રહેતા હતા અને તેમને આહારપાણી લાવી આપવો તે તે સાધુ જેવાનું કાર્ય હોય છે તેથી ગૃહસ્થ જૈને આહાર પહેરાવી શકે પણ ભક્ષા માગીને લાવી ન આપી શકે, તેથી તેમાં શ્રાવકોને અવિવેક ગણાય નહીં. તે વખતના સાધુઓ અને શ્રાવકો ઋજુ-સરલ અને જડ હતા અને પ્રભુ મહાવીરના સાધુઓ વક્ર અને જડ છે તેથી ઋષભદેવના સાધુએ જૂદા વેષધારીની ખબર ન લેવા જાય તેમાં તેનું પતિતપણું જાણી લક્ષ્ય ન આપે તો તેથી કંઇ જૈનધર્મ શાસ્ત્રોને, સાધુઓને દેષ નથી તેમ જ પ્રભુના ઉપદેશની ખામી નથી, તેથી તેવી ચર્ચાને કંઈ અર્થ જ નથી.
પ્રશ્ન--હાલમાં કેટલાક સુધારક નામધારી શંકિત જેને, સાધુઓની જાહેર ખાનગીમાં ગુપ્ત નામે નિંદા છાપે છે, છપાવે છે અને ધર્મશાસ્ત્રમાં શંકા ઉઠાવે છે તેનું શું કારણ છે ?
ઉત્તરજૈનધર્મની બાબતમાં સાધુ ધર્મગુરૂઓ મુખ્ય હોય છે, ધર્મગુરૂઓ જૂઠા સુધારા, વગેરે બાબતમાં આડા આવે છે, નાસ્તિકોના નાસ્તિક વિચારોનું ખંડન કરે છે. મામોની સાથે લગ્ન કરવાનું નિષેધ કરે છે, દારૂ માંસ વાપરવાનો નિષેધ કરે છે, ભંગીઆઓની સાથે ખાવું નહીં એમ ઉપદેશ આપે છે, તેથી વિરૂદ્ધપ્રવૃત્તિવાળાઓ, સાધુ ગુરૂના દુશ્મન બની જાય છે અને તેઓની ઉપર જૂઠાં આળ ચઢાવે છે. તેઓ જાણે છે કે સાધુઓ કોર્ટમાં જવાના નથી, સૃષ્ટિવિરૂદ્ધ કર્મ કરનારા વગેરે કહેવાથી તેઓ પર જનતા ને શંકા પડે તથા એક બે શ્રાવિકાઓની સાથે વાત
For Private And Personal Use Only