________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) સાબરમતી સત્યાગ્રહાશ્રમના મકાનમાં પરદેશી વસ્તુઓ માલુમ પડે છે. રંગ પણ પરદેશી હોય છે, પરદેશી તાળાં હોય છે. ચશ્માં પરદેશી હોય છે, ગાંધીજીએ ડાકટરની મદતથી તબિયત સુધારી હતી. અંગ્રેજી પુસ્તકો વાપરે છે. એકલી ખાદી વાપરી અને ઘણેખર તે પરદેશી ફાનસ વગેરે વસ્તુઓનો ઉપગ થાય તેથી કંઈ પરદેશી વસ્તુના ત્યાગના આદર્શ ત્યાંગ તરીકે પણ ગાંધીજી મહાન ગણાય નહીં, તેથી જૈનધર્મની દષ્ટિએ ત્યાગી સાધુ આચાર્યો કરતાં ગાંધીજી ધર્મની બાબતમાં મહાન માની શકાતા નથી.
પ્રશ્ન-કેટલાક શકિત જેનો કહે છે કે પ્રભુ મહાવીરદેવે બ્રાહ્મણોની સત્તાના જૂમથી કંટાળીને દીક્ષા લીધી હતી. તેનું કેમ ?
ઉત્તર––એવા શંકિત જૈન કપલ કલ્પિતગાલ પુરાણનાં ગપ્પાં ઉડાવનારા છે. કારણકે તે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના જૂઠા અનુમાનના તરંગપર ડોલે છે. તેઓ કંઈ શાસ્ત્રનો પુરાવો આપી શકતા નથી. પ્રભુએ તો આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવવાને દીક્ષા લીધી હતી. બ્રાહ્મણે તે તે વખતે તેમની પ્રસંશા કરતા હતા અને પ્રભુ મહાવીર તીર્થંકર થે જગને ઉદ્ધાર કરવાના છે એમ જાણતા હતા. હાલના બ્રાહ્મણને અને જેનોને દેખી તે વખતના બ્રાહ્મણોનો જમાનો કલ્પી જૂઠા વિચારે દોડાવવા એ સત્ય જૈનનું લક્ષણ નથી.
પ્રશ્ન-મરીચિએ ત્રિદંડીને વેષ ધારણ કર્યો. તેણે ઋષભદેવ પાસે સાધુઓ કરવાને મનુષ્યો મોકલ્યા પણ જ્યારે તે માંદા પડે ત્યારે તેની કેાઈ સાધુએ સેવા કરી નહીં અને શ્રાવકોએ પણ સેવા કરી નહીં તેથી મરીચિએ કપિલને દીક્ષા આપી, તેમાં શ્રી ઋષભદેવના સાધુઓએ અને શ્રાવકોએ મરીચિની સેવા નહીં કરી તેથી તેઓની અવિવેતા ગણાય કે નહીં ?
ઉત્તર–શ્રી ઋષભદેવ વીતરાગ સર્વજ્ઞ હતા તેથી તે મરીચિની સેવા કરે નહીં. સાધુઓ પણ મરીચિથી ન્યારા રહેતા હતા અને વિહાર કરતા હતા
For Private And Personal Use Only