________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
કરી છે તેથી અઢી હજાર વર્ષ ઉપર થનાર સર્વન વીતરાગ મહાવીર દેવની પેઠે ગાંધીજીમાં સત્યા પ્રકાશવાની શક્તિ નથી, કારણ કે ગાંધીજી રાગદ્વેષ દોષરહિત થયા નથી. પ્રભુ મહાવીરદેવે સર્વ સાવધયાગને ત્યાગ કર્યાં હતા અને બારવર્ષ સુધી ધ્યાન ધરી કેવળજ્ઞાની થયા હતા. ગાંધીજી તા ત્યાગ માર્ગ કરતાં વિદેહી જનક જેવા ગૃહસ્થાશ્રમ સાર માની તેમાં રહેવાની ફિચ ધરાવે છે. પ્રભુ મહાવીર દેવ તે સર્વ જીવેાના સર્વ પરિણામાને સાક્ષાત્ જાણુતા હતા અને ગાંધીજીમાં તે કાઈ પણ મનુષ્યના અંતર્ના સાક્ષાત્ વિચારેને જાણવાની શક્તિ પ્રગટી નથી. તેથી ચેાવીશમા તીર્થંકર મહાવીર પ્રભુની પેઠે રૂપાંતરે પણ ગાંધીજી સાક્ષાત્ સર્વ પદાર્થોનાં સત્ય જાણવાની શક્તિ ધરાવતા નથી. તેમણે તેમના મિત્રનું શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વગેરે પુસ્તક વાંચ્યાં હશે તેથી કંઇ ગુરૂગમ વિના જૈનશાસ્ત્રાના નાની અને તેના શ્રદ્વાળુ પણ કહી શકાય નહીં, તેમને જૈનશાસ્ત્રોમાંની કેટલીક વાતે રૂચે તેથી કંઈ જૈન પણ કહેવાય નહીં. તેમના નીતિના આચારે સારા હાય, તેમની પેઠે તે! ખ્રીસ્તી મુસલમાને પૈકી કેટલાકના સારા નીતિવાળા આચારા હાય તેથી તે જૈનધર્મી ગણાય નહીં અને તેથી તેવા યા સત્યનીતિની પ્રવૃત્તિ માત્રથી પ્રભુ મહાવીરની પેઠે રૂપાંતરે સત્યના પ્રકાશક પણ તે કહેવાય નહીં. આપણે જૈતા, ગાંધીજી વગેરે સર્વ મનુષ્યેા સાથે શુદ્ધ પ્રેમથી મૈત્રી રાખી શકીએ પણ તેમના વિચારો છે તે પ્રભુ મહાવીરનાં સત્યેા છે એમ કદાપિ માની શકીએ નહીં. પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરામાં આજસુધી અનેક ત્યાગી વૈરાગી પંચ મહાવ્રતધારી અનેક ગુણી આચાર્યાં, ઉપાધ્યાયેા, સાધુએ અને સાધ્વીએ થઈ છે અને હાલ વિધમાન છે. તેઓએ જ પ્રભુ મહાવીર દેવનાં સત્યાને પ્રકાસ્યાં છે અને હાલ પ્રકાશે છે. તેમના અનુયાયી જૈને જ પ્રભુ મહાવીરનાં સત્યાને જૈનશાસ્ત્રાનુસારે પ્રકાશી શકે છે. તેથી રૂપાંતરે બીજાં
For Private And Personal Use Only