________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) પુસ્તક પાછળથી બન્યું એમ કહેવાય, તે વિના એક ગ્રન્થભંડારના અનુમાનથી શત્રુંજય માહાસ્ય ગ્રન્થને આધુનિક કલ્પી દેવો તે તો કપિલા ગી: જેવું અવ્યાપ્તિ દૂષિત અનુમાન લેવાથી તે અસત્ય કરે છે.
પ્રશ્ન–-પ્રભુ મહાવીરદેવ અને ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ, એ બે તીર્થકરને પાશ્ચાત્ય વિદ્વાને કબૂલ કરે છે. બીજા બાવીસ તીર્થંકરને સુધારક પાશ્ચાત્ય વિદ્વાને માનતા નથી તેનું કેમ ?
ઉત્તર–જૈનશાસ્ત્રોથી જૈન વીશ તીર્થંકર સિદ્ધ થાય છે તેમાં અન્ય ધર્મના શાસ્સેના પ્રમાણની તથા તેઓની મિથ્યાકલ્પનાની જરૂર રહેતી નથી. વેદશાસ્ત્રથી બાઈબલ કુરાનના પયગંબરની સિદ્ધિ થતી નથી, અને કુરાન, બાઈબલથી, વેદની તથા જેનશાની સિદ્ધિ થતી નથી. બદ્ધશાત્રા, વેદ પુરાણશાસ્ત્ર, અને જૈનશાસ્ત્રા જુદાં જુદાં છે માટે એવીશ તીર્થકરોની સિદ્ધિ માટે અન્યધર્મીના શાસ્ત્રાની કલ્પના ઉપર ન રહેતાં જનશાસ્ત્રોથી ચોવીશ તીર્થકરે થયા છે એમ માનવું જોઈએ.
પ્રશ્ન–કેટલાક કહે છે કે આજથી અઢી હજાર વર્ષ ઉપર પ્રભુ મહાવીરદેવે જે અહિંસાદિક સત્ય કહ્યાં છે, તેજ સત્યને મહાત્મા ગાંધી બીજા રૂપાંતરથી કહે છે. તે બરાબર છે કે કેમ ?
ઉત્તર–સર્વજ્ઞ પરમાત્મા મહાવીરે જે સત્ય કહ્યાં છે તે હાલ જૈનશાસ્ત્રમાં હાલ વિધમાન છે, તેમાં છે, પ્રભુ મહાવીરદેવની પેઠે ગાંધી કેવલજ્ઞાની નથી, પ્રભુ મહાવીર દેવનાં સત્ય અને ગાંધીજીના સત્યની વચ્ચે આકાશ પાતાલ જેટલો ફેર છે, પ્રભુ મહાવીર દેવે પ્રકામ્યું છે કે જગને કર્તા ઇશ્વર નથી અને ગાંધીજી કહે છે કે હું વૈષ્ણવ છું અને જગત્ના કર્તા તરીકે ઈશ્વરને માનું છું, પ્રભુ મહાવીર દેવ તે સર્વજ્ઞ હતા અને કેવલજ્ઞાનથી બંધ આપતા હતા. ગાંધીજી તો કેવલજ્ઞાની નથી તેથી તેમણે વારંવાર નવજીવન વગેરે પત્રમાં પિતાની હિમાલય જેવડી ભૂલો કબૂલ
For Private And Personal Use Only