________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) શ્રાવક વર્ગથી ઉચ્ચ આદર્શભૂત માને છે તે તો સામાન્ય અજ્ઞ હેવાથી તેઓની વાત સત્ય મનાતી નથી. ગાંધીજી વગેરે વૈષ્ણ અમને જેને તેમના જેવા ન ગણે અને અમને નાસ્તિક કહે તેથી અમને હરત નથી ફક્ત દરેક ધર્મવાળાઓ પરસ્પર એક બીજાની સાથે મંત્રી સુલેહસંપથી વર્તે અને દેશનાયકને અજ્ઞાનતાથી ધર્મનાયક ન માની લે અને સ્વધર્મી કેભમાં ભિન્ન ધર્મીની માન્યતાવાળા સાથે ઝઘડા ન કરાવે તો સારું કે જેથી હિંદનું ભાવી સુધરે. ગાંધીજી વૈષ્ણવ છે છતાં તે કોઈને ધર્મની બાબતમાં પોતાના ધર્મગુરૂ તરીકે માનતા નથી તેથી તેમના અધૂરાગી બનેલા અનુયાયીઓ કે જે જૈનધર્મી વગેરે ધર્મીઓ છે તથા રાષ્ટ્રશાળાના વિદ્યાર્થીઓ છે તેના પર ગાંધીજીના નગુરાપણાની અસર થાય છે અને તેથી તેઓ ધર્મગુરૂઓના દુશ્મન નાસ્તિક બને છે અને તેઓ ધર્મનું પ્રાચીન સ્વરાજ્ય ખુએ છે અને બાહ્યના સ્વદેશરાજ્યને પણ પ્રાપ્ત કરી શકવાના નથી. સ્વરાજ્યની હીલચાલ કરનારાઓમાં અનેક પક્ષ પડી ગયા છે. ગાંધીજીને નાફેરપક્ષ, દાસબાબુને સ્વરાજ્યપક્ષ, મોડરેટેને. પક્ષ, એનીબેસન્ટનો પક્ષ એમ અનેક પક્ષો પડી ગયા છે. રાજકીય બાબતમાં ગાંધીજી ધર્મની બાબત ઘુસાડીને હિંદુ મુસભાનનું ઐક્ય કરવા ધારે છે તે અયોગ્ય છે. તેથી તે બન્નેમાં કલેશ વચ્ચે છે. અસર્વજ્ઞ ગાંધીજીએ પિતાની હિમાલય જેવડી ભૂલો પિતે કબલ કરી છે તેથી તે રાજકીય બાબતમાં પણ તે શિખાઉ વિદ્યાર્થી છે. રાજકીય હીલચાલોથી ધાર્મિક બાબતો જુદી રાખવી જોઈએ. તે બાબતમાં તિલકનું મંતવ્ય ઠીક હતું. જેનો જે સ્વરાજ્યની ધૂનમાં અને સુધારાની ધૂનમાં જૈનશાસ્ત્ર અને ગુરૂઓને ઉથાપી નાસ્તિક બનશે તે તેઓ ધર્મનું સત્ય સ્વરાજ્ય ખોઈ બેસવાના અને ધર્મને હારી જવાથી બાહ્યરાજ્યની સ્વતંત્રતાથી પણ ખરું સુખ અને શાંતિ પામશે નહીં.
For Private And Personal Use Only