________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) પ્રશ્ન-જ્ઞાતપુત્ર મહાવીરના ચોપાનીયામાં લખે છે કે જેઓ ગાંધીજીની આજ્ઞા માનતા નથી તે જેને, શ્રી મહાવીર પ્રભુની આજ્ઞાને ભગ તિરસ્કાર કરે છે. ગાંધીને તારણહાર તરીકે જે જૈનો માનતા નથી તેઓ ગાંધીજીને ઓળખતા નથી. ઈત્યાદિ સંબંધી જૈનશાસ્ત્રના આધારે શો ખુલાસો છે ?
ઉત્તર–જૈનાગમશાસ્ત્રના આધારે અવલેતાં જણાય છે કે ગાંધીજી તારણહાર નથી. જે અષ્ટાદશદોષરહિત કેવલજ્ઞાની હોય છે, વીતરાગ હોય છે અને કાલોક સર્વ વિશ્વના પદાર્થોને અને સર્વ મનુષ્યો વગેરેના મનને અને આત્માઓને હાથમાં રહેલા આમળાની પેઠે જાણે છે તે તીર્થકર સર્વ તારણહાર છે. ગાંધીજીમાં એવું કેવલજ્ઞાન નથી. કેટલાક કેવલ આત્માના એકજ જ્ઞાનને કેવલજ્ઞાન તરીકે માને છે તે વેદાન્તી હિંદુઓનું કેવલજ્ઞાન છે, તેથી જનશાસ્ત્રોના આધારે ગાંધીજી કેવલજ્ઞાની ઠરતા નથી, મનઃ પર્યવજ્ઞાની તથા અવધિજ્ઞાની પણ ઠરતા નથી. તેમજ જેનાગમ શાની પૂર્ણ શ્રદ્ધાના અભાવે સમકિતી તથા શ્રતજ્ઞાની પણ કરતા નથી, અને તે જૈનશાસ્ત્ર વ્યવહારદષ્ટિએ સાધુ તથા શ્રાવક પણ કરતા નથી. પ્રભુ મહાવીરસ્વામીના વખતમાં પ્રભુ મહાવીરનો શ્રદ્ધાવાન અબડતાપસ હતા તેદયા સત્યાદિ યમોને પાળતા હતા, તે પણ તેને પ્રભુએ શ્રમણસાધુ તરીકે માને નહીં એમ જૈનશાસ્ત્રમાં જણાવ્યું છે, તે પ્રમાણે વિચારી જોતાં ગાંધીજી તારણહાર શું પણ જન વ્યવહારનયપ્રમાણે જન પણ કરે નહીં તો પછી તેમની આજ્ઞાને જૈન ધર્મની બાબતમાં માની શકે નહીં તે ઉઘાજ છે, પરમાત્માતિનામનાગ્રન્થમાં કેવલજ્ઞાનને આત્મજ્ઞાનજ એવા અર્થ કરનારાઓનું સાતવિકથી જેનાગોના આધારે ખંડન કર્યું છે. ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિમાં ગૃહસ્થજનેને એગ્ય લાગે તો ભાગ લે. વા સ્વરાજ્યપક્ષ, મોડરેટ પક્ષાદિગમે તે પક્ષમાં ભાગ લે અને જૈનધર્મમાં
For Private And Personal Use Only