________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ ) અમેરિકાને કોઈ પાદરી અગર કોઈ હિંદુ, ગાંધીને તારણહાર, વિષ્ણુ વગેરે માને તેથી જ તેમને તારણહાર માની શકતા નથી. જેને તે વીશ તીર્થકરેને ત્રિભુવનના અર્થાત્ સર્વ જગતના તારણહાર માને છે અને અપેક્ષાએ ત્યાગી સાધુ સૂરિને તારણહાર માને છે અને તીર્થંકર સૂરિની આજ્ઞાને પ્રમાણભૂત માને છે, પોતાના ત્યાગી ગુરૂ અને વ્રતધારી શ્રાવકોના જેવું પણ ગાંધીજીનું ચારિત્ર માનતા નથી એમ જિનશાસ્ત્રથી સિદ્ધ થાય છે. ગાંધીજી પોતે પણ જણાવે છે કે “હું મહાત્મા–ત્યાગી–પ્રભુ તારણહાર નથી, ફક્ત કેટલાક મારા અન્દરાગીઓ મહને તેવો માનીને મારી માન્યતા વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે છે. ગાંધીજી અહિંસાવાદી છે પણ જૈનધર્મની અહિંસા અને ગાંધીજીની માન્યતાની અહિંસામાં જનશાના આધારે મોટે ભેદ છે. ગાંધીજીએ માંસ ખાવામાં તથા પશુઓની કલ કરવામાં મહાપાપ છે એમ ખાસ મુસભાનેને જાહેરમાં જણાવ્યું નથી અને તેઓ જે માંસ ખાવાના નિષેધ માટે હજી વિચારથી પ્રવૃત્તિ કરશે તો અમારી માન્યતામાં પરિવર્તન થશે. તેઓ માંસ ખાતા નથી એ તે સત્ય છે પણ ખાદીના પ્રચારની પેઠે તેમણે માંસ નિષેધની પ્રવૃત્તિ ઉપાડી લીધી નથી. તેમજ રાજકીય સ્વરાજ્ય પ્રાપ્તિમાં અમુક હદસુધી અહિંસાને સાધનભૂત માની છે પણ સર્વદા સર્વથા કદિ કેઈએ યુદ્ધહિંસા ન કરવી એ પિતાનો સ્પષ્ટ સિદ્ધાંત જણાવ્યું નથી, માંસનિષેધની પ્રવૃત્તિને કેમ ખાદી ચરખાની પ્રવૃત્તિ પેઠે ઉપાડી લેતા નથી? ઈત્યાદિ કારણે સ્પષ્ટ છે, કારણ કે તેથી માંસાહારી કોમેના પ્રતિપક્ષી થઈ પડે અને તેથી મુસભાને વગેરે તેમને માને નહીં ઈત્યાદિ અનુમાન ઉપર પ્રેક્ષકો આવે છે. અને મારા જૈનધર્મી સાધુઓ અને કેટલાક શ્રાવકો કે જેઓએ જૈનાગમશાસ્ત્રોને પૂર્ણ અભ્યાસ કર્યો નથી, તેઓ ગાંધીજીને જૈનત્યાગી વર્ગ તથા
For Private And Personal Use Only