________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
થાયમાં દેવ દેવીની સ્તુતિ આવે છે અને તેમાં દેવ દેવીની સહાયતાની વાત આવે છે. જૈનદેવપ્રતિષ્ઠા વિધિમંત્રેાની ક્રિયામાં જૈનશાસન દેવાની અને દેવીએની સ્તુતિ આવે છે અને તેમાં વિનિવારણ, કરવામાટે સહાયતા કરવાની વાત આવે છે. તેથી તેવી રીતે ઘંટાકણુ મહાવીરની સ્તુતિ કરતાં અને ધૂપ દીપ નૈવેદ્ય કરતાં લેાકેાત્તર મિથ્યાત્વ લાગતું નથી, એમ આપણા પૂર્વાચાર્યાની શૈલીથી પણ સમજાય છે. આપણા અર્વાચીન આચાર્યોને જો ઘંટાકર્ણ વીરની આગળ સુખડી વગેરે ધરવામાં તથા તેમની સ્વરક્ષણુ સહાયતાની માન્યતામાં મિથ્યાત્વ જણાયું હોત તેા તેએ પ્રતિષ્ઠા વિધિમાં ઘંટાકર્ણવીરને દાખલ કરત જ નહીં અને તેમની પૂજા કરત જ નહીં.
આપણુ જૈનેને, શ્રાવક સાધુ ધર્મ આરાધતાં વૈદ્ય ડાક્ટરો રાજાએ, સૈન્ય પેાલીસ મદત કરે છે અને આપણે તેને તે તે દશાની અપેક્ષાએ સાધન માનીએ છીએ, અને જિનેન્દ્રદેવ, સુગુરૂ વગેરેને મહાસાધન પરમ સાધન તરીકે માનીએ તેથી કંઈ આપણને મિથ્યાત્વ લાગી જતું નથી અને આપણે જૈને કંઇ આડા માર્ગે જતા નથી, કારણ કે સર્વની અનુક્રમે મહત્તા ઉપયોગિતા જાણીએ છીએ. તેમાં ડાક્ટર, વૈદ્ય, સૈન્ય સિપાઇ રાજા વગેરે પણ અપેક્ષાએ જેમ સુસાધન છે તેમ તીર્થંકરદેવ સદ્ગુરૂ દેવ, પણ અપેક્ષાએ મહાસુસાધન છે પણ તે એમાંથી ડાક્ટર વૈધ પેાલીસ વગેરે તીર્થંકરરૂપમહાસાધનની અપેક્ષાએ પર પરાએ નિમિત્ત સાધન-ઉપયોગી સાધન તરીકે ગણાય છે અને તીર્થંકર દેવ, ગુરૂ અને જૈનધર્મ, નજીકનાં અત્યંત મહાસાધન નિમિત્ત કારણુ ગણાય છે પણ તીર્થંકર વીતરાગ દેવની મહા સાધનતા છે તેથી કંઈ વૈઘરક્ષક વગેરે સહાયકારકાની કુસાધનતા ગણાતી નથી, તેમ શાસન દેવા પણ ધર્મમાર્ગમાં આત્મ!ની શુદ્ધિ કરવામાં વિઘ્ન નિવારણ કરનારા હેાવાથી તીર્થંકર રૂપ મહાસાધનની અપેક્ષાએ તેથી ઉતરતા સુસાધનરૂપ ગણાય
For Private And Personal Use Only