________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ત્રિષષ્ઠીશલાકાપુરૂષચરિત્રમાં દેખશ્રીકૃષ્ણ અડ્રમ કરીને દેવની આરાધના કરી અને દેવ પ્રત્યક્ષ થશે. ભરત ચક્રવર્તીએ અઠ્ઠમ કરી દેવ પ્રત્યક્ષ કર્યો. રાવણે વિદ્યાની સાધના કરી તેને વિધાઓ સિદ્ધ થઈ. પૂર્વભવના રાગથી વાસ્વામીને તેના મિત્રદેવે વિદ્યાઓ આપી. શ્રી હેમચંદ્રાચાર્યે ગિરનારમાં દેવીની આરાધના કરી અને દેવીએ વરદાન આપ્યું. શ્રી વિમળશાહ દંડનાયકે કુંભારીયામાં અંબિકાદેવીની આરાધના કરી અને વિમળશાહને અંબિકાદેવીએ રાજ્ય કરવામાં તથા દેરાસર બંધાવવામાં સહાય કરી. શ્રી પ્રિયંગુસૂરિએ બેકડામાં અંબિકાદેવીને ઉતારી બેલાવી પશુયજ્ઞ બંધ કર્યો. શ્રીકૃષ્ણને, દેવે રેગ હરનારી ભેરી આપી. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને કમઠ મેઘમાલીદેવે ઉપસર્ગ કર્યો ત્યારે ધરજો અને પદ્માવતીએ આવી સહાય કરી, એમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે. શ્રી હીરવિજય સૂરિને શાસનદેવેની સહાય હતી. શ્રીજિનદત્ત સૂરિને શાસનદેવની સહાય હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશી ચંડાલ સાધુ થયા તેમને યજ્ઞશાળામાં ભીખ માગતાં બ્રાહ્મણો મારવા ઉઠયા ત્યારે યક્ષે પ્રગટ થઈને હરીકેશને સહાય કરી. કેણિકરાજાને યુદ્ધમાં દેવે સહાય કરી હતી. જંબુસ્વામીના રાસમાં શ્રી યશોવિજય ઉપાધ્યાયે લખ્યું છે કે મેં ગંગાના કાંઠા પર સરસ્વતીની આરાધના કરી અને તેથી સરસ્વતીએ પ્રત્યક્ષ આવી વરદાન આપ્યું. શ્રી અપભટ્ટ સૂરિને સરસ્વતીએ પ્રત્યક્ષ થે વરદાન આપ્યાની વાત, પ્રભાવક ચરિત્રમાં છે. દક્ષિણના શિવાજીને દેવીની સહાય હતી. શ્રી કુમારપાલ રાજાને શ્રી હેમચંદ્રાચાર્ય દેવ મારફત સહાય અપાવી હતી. સેળ સતીઓ પૈકી ઘણું સતીઓને દેવોએ સહાય કરી હતી. એમ જૈનશાસ્ત્રોમાં દેવોની યક્ષની વીરેની સહાયતાના અનેક દાખલાઓ મળી આવે છે અને જેનાં તીવ્ર નિકાચિત કર્મ છે અને તપ જપ સંયમ શ્રદ્ધામાં ઉત્કૃષ્ટ
For Private And Personal Use Only