________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને દશ દિપાલને જૈને, પિરાણિક હિંદુઓ અને બહેન માને છે. પણ તેમાં જેને, જૈનશાસ્ત્રોના આધારે નવગ્રહાદિકને સમકિતી માને છે. આ ચાર પ્રકારના દેવોનું સંગ્રહણી વગેરેમાં વિસ્તારથી વર્ણન છે. ચાર પ્રકારના મિથ્યાત્વી દેવો પણ પૂર્વધરમુનિ, ગી મહાત્માઓના ઉપદેશથી સમકિતી બને છે. બાવનવીરે અને ચેસઠ યોગિનીઓ પૈકી કોઈને જૈનમુનિયો મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને જેન દેવગુરૂ ધર્મની શ્રદ્ધાવાળાં કરીને તેને જૈનશાસનરક્ષક તરીકે સ્થાપી શકે છે અને તેઓ સ્વધર્મી જન બંધુઓને પ્રસંગોપાત્ત યથાશક્તિ મદત કરી શકે છે. તેમ શ્રીધંટાકર્ણવીરને પણ આપણા પૂર્વાચાર્યો મંત્રથી આરાધીને પ્રત્યક્ષ કરી જનધર્મનો બોધ આપીને સમકિતી બનાવ્યા છે અને તેમને જનપ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે, પૂર્વકાલીન વા અર્વાચીન જૈનાચાર્યોએ એ રીતે અનેક દેવને જૈન ધર્મરાગી બનાવ્યા છે, તેથી જૈન શાસનદેવને સ્વધર્મી બધુવતું માને છે, પૂજે છે અને સંસારની ધર્મયાત્રામાં મદદ માટે શાંતિસ્નાત્રના મંત્રની પેઠે વિનવે છે. આવી પૂર્વાચાર્યની પરંપરાગમની પ્રણાલીકાને માન્ય રાખીને જેને ઘંટાકર્ણવીરને ધૂપ દીપ કરે છે. ઘંટાકર્ણવીર ચોથા ગુણસ્થાનકવાળા દેવ છે, તેથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના સમકિતી બંધુ ઠર્યા, તેથી તેમની આગળ સુખડી ધરીને જૈને ખાય છે. કારણકે-ધંટાકર્ણવીર શ્રાવક હોવાથી શ્રાવક જેમ શ્રાવકનું ખાય છે તેમ તે શ્રાવક હોવાથી ગૃહસ્થ જૈને તેમની સુખડી ખાય છે. જનમુનિ, યતિ, શ્રીપૂ, શ્રાવકે, ઘંટાકર્ણવીરને મંત્ર આરાધે છે. ઘંટાકર્ણ મંત્રનો જાપ કરે છે, કેટલાક યતિયોએ ઘંટાકર્ણવીરના મંત્રથી સર્ષ વિંછી વગેરેનાં વિષ ઉતાર્યા છે એવું મેં પ્રત્યક્ષ દેખ્યું છે. તથા કેટલાકે ધંટાકર્ણવીરનો મંત્ર સાધીને એથીઓ જ્વર ઉતાર્યો હતો અને વિંછીનું વિષ ઉતાર્યું છે અને તે પણ વિંછી કરડેલાને પાંચ દશ હાથ
For Private And Personal Use Only