________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણવીર, વિમલેશ્વર યક્ષ વગેરે નામો તો જનનાં નાનાં બાલક પણ જાણી શકે છે. જનધર્મ મહાપ્રભાવક સહસ્ત્રાવધાની શ્રી મુનિચંદ્ર સૂરિએ સંતિકરની રચના કરી છે અને તેમાં દેવોની અને દેવીઓની સહાયની સિદ્ધિ કરી છે. જે દેવો અને દેવીઓ સહાય ન કરતી હોય તે ભદ્રબાહુ સ્વામી જેવા ઉવસગ્ગહરની રચના કરેત જ નહીં. શ્રી મહાવીર પ્રભુને મુનિદશામાં ઈન્ટે સહાય આપવા ઈચ્છા જણાવી હતી, હવે તે સહાય લેવી વા ન લેવી તે પિતાની મરજી પર આધાર રાખે છે. સિદ્ધાર્થ વ્યંતરાએ મહાવીર પ્રભુનો મહિમા વધારવા પ્રવૃત્તિ કરી હતી. શ્રીશ્રીપાલરાજાએ સિદ્ધચક્ર મંત્ર યંત્રની આરાધના કરી હતી તેથી તેમને દેવોએ સહાય કરી હતી. મંત્રમાં મેગ્નેરિઝમ, હીપનેટીઝમ જેવી શક્તિ છે અને તે મંત્રના પ્રેર્યા દેવો આવે છે અને સહાય કરે છે. પૂર્વાચાર્યોની સ્થવિરાવલી પાવલી કે જે કલ્પસૂત્રના પ્રાંત ભાગમાં છે તેમાં પણ પૂર્વાચાર્યોએ અનેક શાસનદેવની મંત્રની મદતથી અનેક ચમત્કારે બતાવ્યાના દષ્ટાંત માજુદ છે. સનાતની જૈન ઉપર્યુક્ત બાબતને સત્ય માને છે. જેનો ચાર પ્રકારના દેવોને જૈનશાથી માને છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો છે, તેમાં વૈમાનિકદેવે તો અહીંથી એક રાજક રહે છે તેમાં પ્રથમ બાર દેવલોકનાં વિમાને છે તેના ઉપર નવયકદેનાં વિમાને છે, તેના પર પાંચ અનુત્તરવિમાનના દેવે છે અને તેના પર સિદ્ધશિલા છે તે ઉપર સિદ્ધ પરમાત્માઓ રહે છે. ચંદ્ર, સૂર્યગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાને કે જે આકાશમાં દેખાય છે તેઓમાં જ્યોતિષી દે દેવીઓ રહે છે અને ભુવનપતિના દેવો આ પૃથ્વીની નીચે રહે છે. અહીંથી દશજન નીચે અને કોઈ ઠેકાણે ઉપર વ્યંતર દેવો રહે છે. એ ચાર પ્રકારના દેવામાં કેટલાક સમકિતી હોય છે અને કેટલાક મિથ્યાત્વી હોય છે. ચેસઠ ઈ તે સમકિતી છે. નવ ગ્રહને
For Private And Personal Use Only