________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓને ઉદ્ધાર કરી મંત્રકલ્પશાસ્ત્રની રચના કરી છે. મંત્રપ્રવાદ અને વિદ્યાપ્રવાદપૂર્વના અભ્યાસીએવા પૂર્વાચાર્યોએ અનેક દેવના મંત્રોને બનાવ્યા છે અને તેથી તેમણે અનેક મંત્રકલ્પ રચ્યા છે. હાલમાં જૈનશાઍમાં નવકાર મંત્રકલ્પ અનેક પ્રકારના મોજુદ છે.. ઉવસગ્ગહરં મંત્રને પણ કલ્પ હાલ મૌજુદ છે. નાની શાંતિનો મંત્રકલ્પ પણ મોજુદ છે. મોટી શાંતિને મંત્રકલ્પ છે. સંતિકરને મંત્રકલ્પ છે. તિજયપહુન્ન, નમિઉણુ અને ભક્તામરનો મંત્ર યંત્રકલ્પ મોજુદ છે, વેતાંબર અને દિગંબર જૈન બને ગઢષિમંડલ મંત્રકલ્પને માને છે. જેનાચાર્યો સૂરિ મંત્રની આરાધના કરે છે અને સૂરિમંત્રના યંત્રને પૂજે છે. ઉપાધ્યાય વર્ધમાનવિદ્યાની આરાધના કરે છે. શ્રાવકો ઋષિમંડલ મંત્રની આરાધના કરે છે. અષ્ટોતરી શાંતિસ્નાત્ર અને લઘુશાન્તિસ્નાત્ર કે જેની રચના તપાગચ્છના આચાર્યોએ શ્રીહીરવિજયસૂરિના સમયમાં કરી છે અને શ્રીસકલચંદ્રજી ઉપાધ્યાય કે જે સત્તરભેદી પૂજા, બાર ભાવના અને પ્રતિષ્ઠાકલ્પ, ધ્યાનદીપિકા આદિ ગ્રન્થના રચયિતા છે તેમણે પ્રતિષ્ઠાકલ્પમાં ઘંટાકર્ણ મંત્રને ગ્રહે છે. તે પૂર્વપરંપરાથી જાણવું તથા અન્ય તેમના ગુરૂઓ જગતુ ગુરૂશ્રી હીરવિજયસૂરિ વગેરેના સમયમાં શાંતિસ્નાત્ર –અષ્ટોત્તરી સ્નાત્રની રચનાની વ્યવસ્થા થઈ છે અને તેમાં નવગ્રહપૂજન, દશદિપાલપૂજન, વીશ તીર્થકરોની યક્ષયક્ષિણીઓના મંત્ર તથા તેઓનું પૂજન છે અને નવગ્રહાદિકને નૈવેધ ધરવા વગેરેની વ્યાખ્યા છે
* જુઓ ઘંટાકર્ણક૫-પાટણના ત્રીજા નંબરના ભંડારમાં ઠા. ફેફલીયાવાડાની આગલી શેરીને ભંડાર શા. હાલાભાઇની દેખરેખમાં છે. તેમાં તથા પુનાડકન કોલેજના (એ. સ. ના જર્નલમાં) તથા સુરત જેન આનંદ પુસ્તકાલયના લીષ્ટમાં નંબર પલ્પ–પ૯૯ પૂર્વાચાર્યોના લખેલા તૈચાર પડયા છે. તપાગચ્છમાં દરેક પ્રતિષ્ઠામાં ઘંટાકર્ણ યંત્ર સ્થાપવામાં આવે છે.
For Private And Personal Use Only