________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) અને પ્રતિષ્ઠા મંત્રકલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્ર યંત્રવાળી થાલી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રક્રિયા આજસુધી તપાગચ્છ જેમાં પ્રવર્તે છે. અમારા પૂર્વાચાર્યોએ, મુનિવરેએ, પ્રતિકાકલ્પમાં ઘંટાકર્ણવીરની સહાયતા-માન્યતાને સ્વીકારેલી છે, તેથી અમે પણ અમારા પૂર્વાચાર્યોના પરંપરાગમને માન્ય કરીને ઘંટાકર્ણવીરને શાસનદેવવીર તરીકે માનીએ છીએ અને મહુડીના સંધે ઘંટાકર્ણવીરની મૂર્તિ બનાવી અને અમોએ તેની પ્રતિષ્ઠા કરી છે. જેનશામાં જૈનના શોળ સંસ્કારના મંત્રો છે તે મંત્રપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્દધૃત કરેલ છે અને તેઓને નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે. અનાદિકાલથી દરેક તીર્થંકરના વખતમાં સાધુઓનાં આચારનાં અને તત્ત્વજ્ઞાનમય આગમ શાસ્ત્રો અને ચઉદ પૂર્વના મંત્રાદિ ભાગનાં તથા ગૃહસ્થ ધર્મના સંસ્કાર આદિ ધર્મપ્રરૂપનારાં નિગમશા પ્રવર્યા કરે છે અને જેને તે બન્નેને પ્રમાણભૂત માને છે. શ્રી ઋષભદેવપ્રભુના વખતમાં ભરતરાજાએ જે ચાર વેદો રચ્યા હતા તેઓને નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે અને મંત્રપ્રવાદમાંથી અને વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધતભત્રો તથા પૂર્વાચાર્યોએ દેવને પ્રત્યક્ષ કરી જે મંત્રો કલ્પ રચ્યા છે તે સર્વમંત્રશાસ્ત્રને પણ અપેક્ષાએ નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે તેથી તે મંત્રભાગ અધિકારીની આગળ ગુરૂઓ પ્રકાશિત કરે છે તેથી ગુરુપરંપરાગમે ચાલ્યો આવે છે, તેથી હાલ તે પરંપરાગમમાં સમાવેશ પામે છે. જૈનાચાર્યો મિથ્યાત્વીદેવોને પણ સમકિતી બનાવે છે અને તેઓને જેનશાસન ગચ્છના રક્ષક તરીકે નીમી શકે છે. શત્રજય માહાઓમાં શત્રુંજય પર સ્થાપિત કપર્દી યક્ષ મિથ્યાત્વી થઈ ગયો હતો તેને વજસ્વામીએ ઉઠાડી મૂકી અને બીજા કપર્દી યક્ષને બોલાવી જૈનધર્મને શ્રદ્ધાલુ સમકિતી બનાવી શત્રુંજય પર સ્થાપિત કર્યો છે. શ્રી આનંદવિમલ સરિએ શ્રી માણિભદ્રવીરની સ્થાપના કરી છે અને
For Private And Personal Use Only