________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
ઉપદેશ આપીને ઘોડાને બચાવ્યા હતા તેથી હાલ અશ્વાવમેધ તીર્થં એ નામથી જૈના આચાર્યાં શ્રી ભરૂચને એળખે છે. શ્રી મુનિસુવ્રત સ્વામી પછી શ્રીનમિનાથ થયા તેમના વખતમાં જૈનધર્મને સારી રીતે ફેલાવા થયેા હતેા. પાટણ પાસે આવેલા ચારૂપ ગામના ભંગવાના અહેવાલથી શ્રી નમિનાથ પ્રભુના સમયમાં જિનપ્રતિમાએ ઘણી ભરાવવામાં આવી છે એવું સ્પષ્ટ સમજાય છે. શ્રી નમિનાથ પછી ઘણા વર્ષે બાવીસમા શ્રી નેમિનાય તીર્થંકર થયા તેમના વખતમાં શ્રી કૃષ્ણ અને પાંડવા જૈનધર્મ પાળતા હતા. એમ જૈન મહાભારત, શ્રીકૃષ્ણ ચરિત વગેરે ગ્રન્થાથી સિદ્ધ થાય છે. શ્રી નેમિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી કૃષ્ણે સમ્યકત્વ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી અને તે આવતી ચાવીશીમાં બારમા તીર્થંકર થનાર છે.
શ્રી પાંચ પાંડવાએ સિદ્ધાચલ પર્વતપર અણુસણુ કર્યું છે અને ત્યાં મુક્તિ ગયા છે તેમની યાદી તરીકે સિદ્ધાચલ પર્વતપર હાલ પણ તેમની પાંચ મૂર્તિયા-દેરી વગેરે દેખવામાં આવે છે. પાંડવાની સ્ત્રી દ્રોપદી જૈનધર્મ પાળતી હતી. શ્રીપાંડવચરિતમાં ભાગીરથીનું નામ ગંગા નદી કયા કારણથી પડયું તે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. પાંચ પાંડવા અને કારવાનું યુદ્ધ થયું તે વખતે ઘણા દેશના જૈન રાજાએ એ યુદ્ધમાં ભાગ લીધા હતા. શ્રી કૃષ્ણ રાજાએ હજારા પુરૂષને જૈન સાધુએ તરીકે બનાવવામાં સાહાય્ય કરી છે. શ્રી કૃષ્ણના ભાઈ ગજ સુકમાલે શ્રી નેમિપ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. શ્રીનેમિનાથના સમવસરણમાં શ્રી કૃષ્ણે એક વખત અઢાર હજાર સાધુઓને વંદન કર્યું હેતું. આ ઉપરથી સમજવાનું મળે છે કે પૂર્વ સમયમાં જૈન રાજાઓએ આર્યાવર્તમાં જૈનધર્મના સદાચારા અને વિચારે ફેલાવવા અત્યત પ્રયત્ન કર્યાં છે. શ્રીનેમિનાથ ચરિત તથા ત્રિષશિલાકા પુરૂષ ચરિત વગેરે ગ્રન્થાયી તે વખતમાં ઘણા જૈન રાજામેા હતા અને હિન્દુ
For Private And Personal Use Only