________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૩
)
લાખો વર્ષપર લંકા વગેરે દેશોમાં જૈનધર્મની પૂર્ણ ઝાહેઝલાલી હતી. વાલી, સુગ્રીવ, હનુમાન, હનુમાનના પિતાશ્રી પવનરાજા અને જનકરાજા વગેરે જનધર્મ પાળતા હતા એમ જૈન રામાયણુ વાંચતાં સ્પષ્ટ માલુમ પડે છે તેમજ શ્રી શત્રુંજય માહાતમ્ય ગ્રન્થ વાંચવાથી પણ માલુમ પડે છે.
શ્રી રામચંદ્રના વખતમાં વિમાન વગેરેનું ભારતવાસીઓને જ્ઞાન હતું. શ્રીપાલ રાજાના ચરિતપરથી માલુમ પડે છે કે પૂર્વ અસંખ્ય પૂર્વે પર ઘણા દેશોમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. શ્રીપાલ રાજા કાંકણ વગેરે દેશમાં ગયા હતા તે વખતે પણ ત્યાં જૈન ધર્મનાં મન્દિરે હતાં. શ્રીપાલ રાજાએ જે રૂષભદેવની પ્રતિમાનું ઉજજયિનીમાં પૂજન કર્યું હતું તે પ્રતિમા હાલ મેવાડમાં કેશરીયાનાથ અને લેવાનાથ તરીકે ઓળખાય છે. અરબી સમુદ્રના બેટોમાં તેમજ રત્નાગિરિ તરફને પર્વતેમાં જૈન મંદિરો હતાં તે સહેજે સિદ્ધ થાય છે. કોંકણું દેશના મુખ્ય નગર મુંબઈ પાસે આવેલા અગાસી ગામમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા છે તે શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતની છે એમ અનુમાનથી સિદ્ધ થાય છે. કેકણ દેશના રાજાઓ પહેલાં જૈનધર્મી હતા. કેકણ દેશમાં પહેલાં હજારો જૈન સાધુઓ વિચરતા હતા તથા કેકગ દેશના પર્વતોમાં આવેલી ગુફાઓમાં જૈનમુનિયે વસતા હતા, એમ શ્રી નિશીથ સૂત્રની ચૂર્ણ વગેરેથી સિદ્ધ થાય છે. શ્રી નિશીથ ચૂર્ણમાં કોંકણ દેશની ગુફામાં રહેલા સાધુઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
દક્ષિણ દેશમાં અન્તરિક્ષની મૂર્તિ છે અને તે રાવણ રાજાના વખતની છે એમ અન્તરિક્ષ પાર્શ્વનાથના ક૫માં લખવામાં આવ્યું છે. શ્રી મુનિસુવ્રત સ્વામીએ સિદ્ધપુર, ભરૂચ વગેરે ઘણા દેશોના નગરોના લોકોને પ્રતિબંધ આપ્યો છે. એક વખત તેઓ ભરૂચમાં ઘડાનેયજ્ઞમાં હેમવામાં આવતો હતો તે વખતે ઘોડાનું સંરક્ષણ કરવા સિદ્ધપુરથી વિહાર કરીને ભરૂચ પધાર્યા હતા અને તેમ કરનારાઓને દયાને
For Private And Personal Use Only