________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
જૈનધર્મની પ્રાચીનતા. જૈનધર્મ અનાદિકાળથી છે, જનધર્મને પૂર્વે ઘણું દેશોમાં ફેલાવો હતું. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં હિંદુસ્તાન અને અફગાનિસ્તાન, તુર્કસ્તાન, ચીન-મહાચીન, તાતાર વગેરે દેશોમાં જૈનધર્મને પ્રચાર હતા. ભરતનું હિંદુસ્તાનમાં રાજ્ય હતું, અને બાહુબલીનું બહુલી દેશ અથવા અફગાનિસ્તાન વગેરેમાં રાજ્ય હતું. ભારતના નામથી હિંદુસ્તાનનું ભારતદેશ એવું નામ પડયું છે. ભારતના પુત્ર સૂર્યયશા જ્યારે ભારત દેશપર રાજ્ય કરવા લાગ્યા ત્યારથી સૂર્યવંશની સ્થાપના થઈ અને સોમયશા રાજાના વંશમાં ઉત્પન્ન થએલા ક્ષત્રિયો પિતાને ચંદ્રવંશી તરીકે જણાવે છે.
શ્રી ઋષભદેવ ભગવાન પછી ભરતરાજા સુયશા રાજા વગેરે ઘણું પાટ સુધી જૈન રાજાઓએ જૈનધર્મને ફેલાવો કર્યો એમ શ્રી શત્રુંજય માહામ્ય ગ્રન્થમાં જણાવ્યું છે. નવમા સુવિધિનાથ અને દશમા શીતલનાથના સમયમાં જૈનધર્મ પાળતા એવા બ્રાહ્મણોએ પિતાની આજીવિકા આદિ અનેક હેતુઓથી વેદના સૂત્રોમાં ફેરફાર કરીને બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરી. શીતલનાથથી વીમા મુનિસુવ્રતસ્વામી સુધીના તીર્થકરોના વખતમાં જનધર્મની પરિપૂર્ણ કાઝલાલી હતી. શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં શ્રી રામચંદ્ર, લક્ષ્મણ, રાવણ, વાલી અને સુગ્રીવ વગેરે જૈન રાજાએ વિદ્યમાન હતા. રાવણ રાજાએ લંકા વગેરે દેશમાં જૈનધર્મને ફેલાવો કર્યો હતો અને તે હિંસામય યજ્ઞ કરનારા લોકોને યજ્ઞમાં વિન નાંખતે હતો તેથી હિંસામય યજ્ઞ કરનારા લોકે તેને રાક્ષસ તરિકે ઓળખતા હતા. રાવણ રાજાએ અષ્ટાપદ પર્વત પર શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા આગળ નાટક કર્યું હતું અને ભક્તિના બળે તીર્થકર નામ કર્મ ઉપામ્યું હતું. રાવણે એક વખતે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા આગળ ઘણી વિધાએ સાધી હતી. આ ઉપરથી સમજાશે કે પહેલાં
For Private And Personal Use Only