________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) ધર્મમાં દાખલ થયા છે. ઈડર વગેરે શહેર-ગામમાં કેટલાક સોનીઓને હજી જૈનોની સાથે ધર્મ સંબંધી તથા ખાવાપીવા સંબંધી વ્યવહાર છે. મણિયાર વાણિયાઓ પણ પૂર્વે જૈન હતા પણ પાછળથી વૈષ્ણવધર્મ પાળવા લાગ્યા. પાંચા વાણિયા તો દશા શ્રીમાલીમાંથી નાતરા વગેરેના કારણથી જુદા પડયા. દેશાવાળ વાણિયામાંથી સો વર્ષ પૂર્વ ઘણું જનધર્મમાં રહ્યા હતા. દિશાવાડ નામનું મારવાડમાં ગામ હતું ત્યાંના રજપુતોને જનાચાર્યોએ જૈન વાણિયા બનાવ્યા હતા. ભઠ્ઠી, ચહુવાણ, ગોહીલ, પરમાર, અને રાઠોડમાંથી જૈનાચાર્યોએ ભાવસાર બનાવ્યા તેઓને જૈનધર્મમાં ભાવ સારે તે માટે તે ભાવસાર ગણાયા. ( જાવડશાચરિત પરિશિષ્ટ). ' ઉપર પ્રમાણે જૈનાચાર્યોએ, ક્ષત્રિય અન્ય ધર્મોમાં બદલી જવાથી તેમાંથી કેટલીક ક્ષત્રિય જાતોમાંથી ક્ષત્રિયોને વણિક તરીકે બનાવ્યા અર્થાત વ્યાપાર કરીને ગુજરાન ચલાવનારા બનાવ્યા. સીસોદીઆ રજપુત તરીકે અમદાવાદના કેટલાક નગરશેઠીયાના વંશજો ઓળખાય છે તેની હકીકત શાંતિદાસ શેઠના રાસમાં છપાવવામાં આવી છે.
એશીયા નગરી કે જે મારવાડમાં આવી છે તેમાં પહેલાં લાખો મનુષ્ય વસતાં હતાં. તે નગરીમાં શ્રી મહાવીર પશ્ચાત ઓગણસાઠ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિ મહારાજ પધાર્યા. તેમના ઉપદેશાદિના પ્રતાપથી એશીયા નગરીને રાજા જૈનધર્મ થયો અને ત્યાંના ત્રણ લાખ અને ચોરાશીહજાર મનુષ્યએ જૈનધર્મ સ્વીકાર્યો. અને તે લેકે ઓશવાળ કહેવાયા. શ્રી રત્નપ્રભસૂરિજી એશીયા નગરીથી વિહાર કરીને લખી જંગલ નામના શહેરમાં ગયા અને ત્યાં દશ હજાર મનુબેને જેન બનાવ્યા. શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ શ્રી રત્નપ્રભસૂરિને બાવનમા વર્ષમાં આચાર્ય પદવી મળી. એશીયા નગરીમાં સંપ્રતિ રાજાના વખતની મૂર્તિ છે.
For Private And Personal Use Only