________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ ) રામાનુજાચાર્યના વખતમાં અને મધ્વાચાર્યના વખતમાં દક્ષિણ, દ્રાવિડ, કર્ણાટક વગેરેના ઘણું જૈનો વટલાઈને વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા અને વલ્લભાચાર્યના વખતમાં ગુજરાતના ઘણું જેનો વટલાઈને વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા. (રામાનુજ વલ્લભાચાર્ય વગેરેના ચરિતાથી આ વાત જાણવામાં આવે છે.) દશાલાડ, વીશાલાડ, ગુજર, મોઢ, દશાદેશાવાળ વગેરે ઘણું જાતના વણિકે પહેલાં જ હતા તેમને કેટલોક ભાગ હાલ વૈષ્ણવ તરીકે પિતાને ઓળખાવે છે.
સં. ૧૮૬૬ ના ચૈત્ર માસમાં સુરતમાં વૈષ્ણવોની સભા મળી હતી તે વખતે માધવતીર્થ શંકરાચાર્ય સાથે વૈષ્ણને ઝઘડો ચાલતો હતો. તે વખતની સભામાં એક પંડિતે કહ્યું હતું કે “માધવતીર્થ શંકરાચાર્યું અમારી સાથે વિરોધ ન કરવો જોઈએ કારણ કે અમોએ કંઇ વેદધર્મીઓને વૈષ્ણવો બનાવ્યા નથી પણ હાલ જે ચાલીશ લાખ વિષ્ણવે છે તેઓનું મળ તપાસીએ તો પૂર્વે તે જ હતા. અમારા બાપદાદાઓએ જનાને વટલાવીને વૈષ્ણવો બનાવ્યા છે તેથી શંકરાચાર્યું તો ખુશ થવું જોઈએ. આ વચનથી અમારા જેન બંધુઓએ સમજવું જોઈએ કે આપણું જૈનાચાર્યોના ગચ્છના આદિ કલહ અને કુસંપથી આપણે કેટલા બધા જેને ખોયા છે તેનો ખ્યાલ કરો અને આપણી પડતીના કારણે તપાસીને તેઓને ત્યાગ કરે.
મહેસાણામાં હાલ દશદેશાવાડ વાણિયાઓ છે તે પહેલાં જૈનો હતા. વિજાપુરમાં વેરાવાસણમાં જેટલા વણિક વૈષ્ણવો છે તે શ્રી રૂપસુંદરના ઉપાશ્રયના જૈન હતા. દશાલાડ વાણિયાઓ પહેલાં જન હતા. તેમની પટ્ટાવલિયો વા હકીકતો જૈન ગ્રન્થોમાંથી નીકળી શકે છે. અજમેર, જોધપુર અને ઉદેપુરમાં કેટલાક ઓશવાલાએ વૈષ્ણવ અને શંકરને મત સ્વીકારેલો છે. કાઠીયાવાડમાં કેટલાક દશાશ્રીમાલી જેનેએ બોટાદ વગેરેમાં લગભગ પચ્ચાસ વર્ષ પહેલાં સ્વામીનારાયણને ધર્મ સ્વીકાર્યો છે.
For Private And Personal Use Only