________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૭ ) ક્ષત્રિય ધર્મ પ્રમાણે કારણ પ્રસંગે યુદ્ધ કર્યા હતાં. ઉપર પ્રમાણે જણાવેલા જૈન રાજાઓનું જનધર્મ પાળવાથી ક્ષત્રિયપણું ચાલ્યું ગયું નહોતું. કુમારપાળ રાજા પરમ જેની હતો. તેણે મુસલમાન બાદશાહ વગેરેની સાથે યુદ્ધ કર્યા હતાં. શિલાદિત્ય રાજા જૈની હતો તેણે પરદેશીઓના હુમલા સામે યુદ્ધ કરી સ્વદેશનું રક્ષણ કર્યું હતું. શિલાદિત્યની ગાદીએ આવનાર જયશિખરી રાજા પાછળથી શિવધર્મી થયે હતો, તેણે વલભીપુરનું રાજ્ય ખોયું હતું, અને તેને પુત્ર વનરાજ હતો, તેણે શીલગુણસૂરિ નામના ચૈત્યવાસી મુનિ પાસે જૈન ધર્મની તાલીમ લીધી અને તેના પ્રતાપે ગુજરાતનો રાજા થયો. આ શું બતાવી આપે છે!!! શીલગુણસૂરિના ઉપદેશથી તે જન રાજા થયે. “જે રાજાઓ જનધન થાય તે લડે નહિ અને બાયલા થાય” એવું ઉપરનાં દષ્ટાંતે આપવાથી હવે કોઈ માની શકે તેમ નથી. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલ વાણિયા હતા. તેઓ પ્રભુની પૂજા કરીને પિતાના દેશના રક્ષણ માટે યુદ્ધ કરતા હતા. તે વખતે જૈનાચાર્યો ઘણું હતા. હવે વિચાર કરે કે જન ધર્મથી ક્ષત્રિયોએ રાજ્ય જોયું એમ કેવી રીતે કહી શકાય? અલબત્ત કઈ રીતે કહી શકાય નહિ. જનક્ષત્રિય રાજાઓ અને ક્ષત્રિય જ્યાં સુધી જૈનધર્મ પાળતા હતા ત્યાં સુધી તેઓએ કદી પિતાનું રાજ્ય જોયું નથી, કારણકે તેઓ અપ્રમાદી ઉસ્તાદ, સદ્ગુણી, અને નિર્બસની રહેતા હતા. પૃથુરાજ ચૌહાણ અને જયચંદ રાઝ વેદધર્મી હતા. તેમના વખતમાં મુસલમાનોએ હિન્દુસ્થાનનું રાજ્ય લીધું પણ જૈન રાજાઓના વખતમાં કોઈની જમીન ગઈ એવું પ્રાયઃ ઈતિહાસથી સિદ્ધ થતું નથી. આટલું લખવાનું કારણ એ છે કે જૈન ધર્મથી ક્ષત્રિય અને ક્ષત્રિય રાજાઓ નિ:સત્વ બન્યા હતા એ કવિ દલપતરામે જે આક્ષેપ કર્યો હતો અને તેથી જિનધર્મને કલંક લાગવાને પ્રસંગ મળતો હતો તેને પરિહાર કર્યો.
For Private And Personal Use Only