________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬). લીધી ત્યારે જૈનધર્મી રાજાઓની ઘણું નિન્દા થવા લાગી તથા જૈનધર્મને પણ નુકશાન લાગ્યું. (જે ગામમાં હિંસાની મના હતી ત્યાં થવા લાગી ) પછી પ્રજા તથા રાણીઓએ રાજાઓને બાળપણથી જૈનધર્મથી દૂર રાખવાની તદબીર કરી અને લડાઈ કરવાથી ક્ષત્રી ઉપર પરમેશ્વર પ્રસન્ન થાય એવું જે ધર્મમાં લખેલું હોય તે (વેદધર્મ) રાજાને યોગ્ય છે એવું સોએ ધાર્યું. ત્યારે ક્ષત્રીના હાથમાં કાંઈ પણ મૂલક રહ્યા.”
આ ઉપરનો કાવ દલપતરામનો ફકરો વાંચવાથી લોકોમાં એવી માન્યતા ફેલાય છે કે જેને પિતાનું રાજ્ય જાય તો પણ દયાથી તે જવા દે છે અને લડાઈ કરતા નથી, પણ કવિ દલપતરામ તથા મહીપતરામ વગેરેની જૈનો માટે કરેલી કલ્પના આ જૂઠી છે અમે નીચે પ્રમાણે દૃષ્ટાંત આપીને કવિ દલપતરામની જૂઠી કલ્પનાને હવામાં ઉડાવી દેવા તૈયાર છીએ.
પ્રથમ શ્રી મહાવીર સ્વામીના વખતમાં અરાઢ દેશના વગેરે ઘણું ક્ષત્રિય રાજાએ જેનધન હતા. શ્રી મહાવીરના મામા ચેટક રાજા કે જે વિશાલા નગરીના રાજા હતા. તેમણે શ્રાવકનાં બારવ્રત ધારણ કર્યા હતાં. તેઓએ જૈન કેણિક રાજાની સાથે બાર વર્ષ સુધી મહાભારત યુદ્ધ કર્યું હતું. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે ક્ષત્રિય રાજા કારણુપ્રસંગે યુદ્ધ કરે તેને આ મહાવીર સ્વામીના વખતને દાખલે જણાવ્યું. તેમજ શ્રી મહાવીર સ્વામીના વખતમાં ચુસ્ત જૈનધર્મી શ્રેણિક અને ઉજજયિનીના ચંડ પ્રદ્યતન જૈને રાજા વચ્ચે યુદ્ધ થયું હતું તે વખતે લાખો ક્ષત્રિયો યુદ્ધ કરતા હતા. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે યુદ્ધ કરનારા તેઓ જૈને હતા. હવે વિચાર કરો કે કવિ દલપતરામનું કહેવું કેટલી બધી ભૂલથી ભરેલું છે. અશોક રાજા છેવટે જૈન થયું હતું તેના પુત્ર કુણાલે પણું કારણ પ્રસંગે ક્ષત્રિય ધર્મ પ્રમાણે યુદ્ધ કર્યા હતાં. જૈનધર્મ સંપ્રતિ રાજાએ પણ
For Private And Personal Use Only