________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮). બનાવ્યા છે. તેમજ જૈને એ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, કથાઓ, જીવનચરિત્ર, ઐતિહાસિક વૃત્તાંત, મંત્ર, તંત્ર, યંત્ર, રસાયન, જ્યોતિષ વ્યાકરણ, ન્યાય, અલંકાર, છંદ, દ્રવ્ય, ચરણનુયોગ, ગણિતાનુયોગ, ચારિત્ર અને વ્યાપાર વગેરે અનેક બાબતોના ગ્રન્થો લખ્યા છે.
કેટલાંક શતક ઉપર ચોરાશી આગમાં હતાં. હાલ પિસ્તાલીશ આગમો છે. પિસ્તાલીશ આગમો અને તેની ટીકાઓ, વૃત્તિ, ભાળ્યો, ચૂર્ણિા અને નિર્યુક્તિયો વગેરેને અવકવામાં આવે તે ભારતમાં જૈનધર્મને ધન્યવાદ આપ્યા વિના અન્ય દેશીઓથી પણ રહેવાય નહિ. જૈનધર્મ સાહિત્યના પ્રત્યે હાલ અન્ય દર્દીનીઓના ધર્મ ગ્રન્થો કરતાં ઘણું છે. જનધર્મને પ્રતિપાદન કરનારાં સૂત્ર તથા ગ્રન્થ ઘણું સરસ છે. હાલમાં પાશ્ચાત્ય વિદ્વાનોએ મોટા ભાગે વેદ ધર્મ અને બદ્ધધર્મન પુસ્તક બહાર પડવાથી તે તરફ લક્ષ આપ્યું છે પણ જ્યારે જનધર્મના સંપૂર્ણ ગ્રન્થ બહાર પ્રકાશમાં આવશે અને તે તરફ પાશ્ચાત્ય વિદ્વાનનું લક્ષ ખેંચાશે ત્યારે જૈનધર્મની પ્રસંશાનો અવાજ સર્વ દેશમાં ગાજી ઉઠશે. શ્રી ભદ્રબાહુએ સૂપર નિર્યુક્તિ રચી છે. શ્રી ઉમાસ્વાતિ વાચક તત્ત્વાર્થ સૂત્ર વગેરે પાંચસે ગ્રન્થો રચ્યા છે તત્ત્વાર્થ સૂરપર વેતાંબર અને દિગબરના આચાર્યોએ અનેક ટીકાઓ કરી છે તેમને ઘણું ગ્રન્થોનો નાશ થએલો દેખવામાં આવે છે. શાકટાયન વ્યાકરણ કે જેની પ્રશંસા દક્ષિણ હિન્દુસ્થાનમાં એકી અવાજે થાય છે તેને બનાવનાર જૈનાચાર્ય છે. જેનેન્દ્ર વ્યાકરણ જૈનનું છે. શ્રી હેમચંદ્ર પ્રભુએ રચેલું સિદ્ધ હૈમવ્યાકરણ હાલ પ્રસિદ્ધ છે અને તેની પ્રશંસા ચારે ખડના વિદ્વાન કરે છે. બુદ્ધિસાગર સૂરિએ વિક્રમ સંવત્ ૧૦૮૦ ની સાલમાં બુદ્ધિસાગર વ્યાકરણ બનાવ્યું છે. મલવાદી, સિદ્ધસેન દિવાકર સૂરિએ ન્યાય વિષયના ઉત્તમ પ્રો લખ્યા છે. ભારતવર્ષની પ્રાચીન જાહોજલાલીનું જેમાં સારી રીતે વર્ણન છે એવો શ્રી શત્રુંજય
For Private And Personal Use Only