________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) પૂર્ણ ભક્ત બન્યા અને જૈનધર્મનો ફેલાવો કરવા તેમણે ઘણો પ્રયત્ન કર્યો હતો. શ્રી વીર પ્રભુની પાસે અનેક ક્ષત્રિય રાજાઓએ અને રાજપુત્રોએ દીક્ષા અંગીકાર કરી હતી. અંબડ તાપસે પાંચસે તાપસે સહિત શ્રી વીરપ્રભુની પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. મ્લેચ્છ આÁ દેશના આદ્રકુમાર યુવરાજે શ્રી વીરપ્રભુ પાસે આવીને જન સાધુ દીક્ષા અંગીકાર કરી હતી. મેતાર્ય ચંડાલે દીક્ષા શ્રી વીરપ્રભુ પાસે અંગીકાર કરી હતી. તાતાર વગેરે દેશ તરફથી હિન્દુસ્થાન પર સ્વારીઓ લાવનાર સિધિયન (શક) લોકોએ પણ જનધર્મ અંગીકાર કર્યો હતો. શ્રી વીરભુના વખતમાં શક રાજાઓએ પણ જનધર્મ અંગીકાર કર્યો હતો.
અરબસ્તાન, ઈરાન, ગ્રીસ, મીસર, અને તુર્કસ્તાન વગેરે દેશો તરફ જૈનધર્મ ફેલાયો હતો. શ્રેણિક રાજાના પુત્ર ઉદાયિ રાજાએ શ્રી વીરપ્રભુનું પિતાના નગરમાં મોટામાં મોટું સામૈયું કર્યું હતું એમ ઉવવાઈ સુત્રથી માલુમ પડે છે. શ્રી મહાવીર પ્રભુએ દેહોત્સર્ગ કરતી વખતે સોળ પ્રહર સુધી ભારતવાસીઓને, દયા, સત્ય, બ્રહ્મચર્ય, પુણ્ય, અને પાપ વગેરે અનેક બાબતો પર ઉપદેશ દીધું હતું. શ્રી વીરભુએ ચારે વર્ણને મનુષ્યને દીક્ષા આપીને સાધુઓ બનાવ્યા હતા તથા ચાર વર્ણની સ્ત્રીઓને દીક્ષા આપીને જૈન સાધ્વીઓ બનાવી હતી. તેમના વખતમાં ચારે વર્ણ જનધર્મ પાળતી હતી. નાત જાતના ભેદને ધર્મમાં ગણવામાં આવતો નહોતો. ગમે તે વર્ણને મનુષ્ય જનધર્મ પાળ હતો.
ચાલીશ કરોડ જેને શ્રી વીરપ્રભુના સમય લગભગમાં અને તેમની પાછળ બે ત્રણ સૈકા સુધી જનની ચાલીશ કરોડની સંખ્યા હતી. શ્રી વીરપ્રભુ પછી સુધર્માસ્વામી પટ્ટધર થયા તેમની પાટપર જંબુસ્વામી થયા. રાજગ્રહી નગરીમાં રૂષભ અને ધારિણીના પુત્ર જંબુસ્વામી થયા. તેમણે આઠ
For Private And Personal Use Only