________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) यतो कुलतो वइरितो शाखातो वाचकस्य नागनंदि सनिर्वर्तनं ब्रह्मधूतुये भटिमित्तस्स कुटुंबिनिये विकटाये श्री वर्धमानस्य प्रतिमा कारिता सर्वसत्त्वानं हितसुखाये ॥
ઉપરનો લેખ શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા પર કોતરેલે છે.
શ્રી મહાવીરની આઠમી પાટપર થએલા સુસ્થિત નામના આ ચાર્યો સુરિમંત્ર કટિવાર ગણુને કટિક નામના ગણુની સ્થાપના કરી હતી. તે ગણ ( ગચ્છ)ના પેટામાં ચાર કુલે થયાં કે જેમાં ત્રીજા વાણિજ્ય કુળની વૈરી શાખા હતી.
કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં-વાણિજ્ય કુળ વૈરી શાખા, કટિકગણુ વગેરેની હકીકત આવે છે અને તેની સાથે મથુરાની ટેકરી પરથી ખોદતાં નીકળેલા લેખો મળતા આવે છે. તે ઉપરથી મથુરા વગેરે નગરીઓમાં પૂર્વે જૈનોની અપૂર્વ ઝાહેઝલાલી હતી તે આ ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ દેશની નગરીઓમાં જૈન પ્રતિમાઓ પર પૂર્વે લેખો હતા તે મંદિરે અને પ્રતિમાઓનો નાશ થવાથી હાલ જૈન શિલાલેખો જોઈએ તેટલા મળી શકતા નથી. કારણ કે પટના વગેરે નગરીઓની ખરાબી જલ પ્રલય તથા ધર્મયુદ્ધ વગેરેથી થઈ છે તેથી તે નગરીઓના લેખો મળી શકતા નથી–કેટલીક નગરીઓ તે તણાઈ ગઈ છે અનેદટાઈ ગઈ છે. ખોદ કામ અને શોધ કામથી આગળ ઉપર ઇતિહાસ પર અજવાળું પડશે એમ સમજાય છે. હાલ જનના પ્રાચિન શિલાલેખોની શોધ ચાલે છે તેથી ભવિષ્યમાં જૈનધર્મની પ્રાચિનતાપર ઘણું અજવાળું પડશે એમ આશા રાખી શકાય છે. - શ્રેણિક રાજાને પહેલાં ગૈાતમબુદ્ધના ઉપદેશથી બોદ્ધ ધર્મની અસર થઈ હતી પણ પાછળથી એલણ રાણીના ઉપદેશથી અને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા બેઠી તેથી તે શ્રી વીરપ્રભુના
For Private And Personal Use Only